Cooking Tips: રુ જેવી સોફ્ટ ફુલકા રોટી બનાવવા આ ટ્રીકથી બાંધવો લોટ, ઠંડી રોટલી પણ સામેથી માંગીને ખાશે લોકો
Cooking Tips: જો તમે તમામ પ્રયાસો કરીને થાકી ગયા છો છતાં પણ બધી રોટલી ફુલતી નથી અને ઠંડી થયા પછી સોફ્ટ નથી લાગતી તો આજે તમને તેનું સીક્રેટ જણાવી દઈએ. રોટલીને સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ ટ્રીક અજમાવીને લોટ બાંધો છો તો તેમાંથી બનાવેલી રોટલી એકદમ રુ જેવી સોફ્ટ રહેશે.
Cooking Tips: જો રોટલી ગરમ હોવાની સાથે સોફટ પણ હોય તો જમવાની મજા પડી જાય. પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે રોટલી સોફ્ટ નથી બનતી. તો ચાલો આજે તમને જણાવીએ એ ટ્રીક વિશે જેને અપનાવશો તો રોટલી ગરમ હશે ત્યારે તો પોચી રુ જેવી લાગશે જ પરંતુ ઠંડી થયા પછી પણ સોફ્ટ રહેશે.
જો તમે તમામ પ્રયાસો કરીને થાકી ગયા છો છતાં પણ બધી રોટલી ફુલતી નથી અને ઠંડી થયા પછી સોફ્ટ નથી લાગતી તો આજે તમને તેનું સીક્રેટ જણાવી દઈએ. રોટલીને સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ ટ્રીક અજમાવીને લોટ બાંધો છો તો તેમાંથી બનાવેલી રોટલી એકદમ રુ જેવી સોફ્ટ રહેશે.
આ પણ વાંચો:
શિયાળામાં વધી જતી ત્વચાની ડ્રાયનેસને દુર કરવા આ 3 રીતે ઉપયોગ કરો ગ્લિસરીનનો
આલિયા ભટ્ટ જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવી હોય તો ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
બજારમાંથી લાવેલું ઘી અસલી છે કે નકલી જાણવું હોય તો કરો આ 4 ટેસ્ટ, તુરંત પડી જશે ખબર
રોટલી બનાવવા માટેના લોટને તમે જેટલો સારી રીતે તૈયાર કરો છો તેટલી રોટલી સોફ્ટ બને છે. લોટ સારી રીતે બાંધેલો હોય તો તેમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહે છે.
આ રીતે બાંધવો લોટ
1 વાટકી
1/2 ચમચી તેલ
જરૂર મુજબ મીઠું
પાણી જરૂર મુજબ
લોટ બાંધવાની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલા લોટને મિક્સિંગ બાઉલમાં લઈ ચાળી લો. હવે લોટમાં મીઠું ઉમેરો. તેને લોટ સાથે સારી રીતે મિક્સ કરો. પછી થોડું થોડું પાણી હાથમાં લેતા જવું અને લોટ બાંધવો. લોટ બંધાઈ જાય પછી લગભગ 5 મિનિટ સુધી તેને સારી રીતે મસળો. ત્યારપછી લોટમાં અડધી ચમચી તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર પછી ઢાંકીને 5થી 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. ત્યારપછી લોટને ફરીએકવાર બરાબર મસળો અને પછી તેમાંથી ગરમાગરમ ફુલકા બનાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)