Weight Loss Tips: જે લોકો સમય રહેતાં પોતાનું વજન કંટ્રોલ કરી શકતા નથી, તેણે આગળ ચાલી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીનો સામનો કરવો પડી શકે છે. મોટા ભાગના લોકોને લાગે છે કે માત્ર એક્સરસાઇઝથી વજન ઘટાડી શકાય છે તો તમારી આ ગેરસમજણને જલ્દી દૂર કરી લેવી જોઈએ. શું તમે જાણો છો કો તમને કિચનમાં રાખેલા એક મસાલાની મદદથી તમારા શરીરમાં જામેલી વધારાની ચરબીથી છુટકારો મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીવો તજનું પાણી
ઔષધીય ગુણોથી ભરપૂર તજનું પાણી પીવાથી તમે તમારા શરીરનું મેટાબોલિઝ્મ બૂસ્ટ કરી શકો છો. આ કારણથી નેચરલ ડ્રિંક્સ પીને તમારી વેટ લોસ જર્નીને સરળ બનાવી શકાય છે. સવારે તજનું પાણી પીવાથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે ઓવરઈટિંગથી બચી શકો છો.


કઈ રીતે બનાવશો વેટ લોસ ડ્રિંક?
તજનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં થોડું પાણી ગરમ કરી લો અને તેમાં તજનો પાઉડર નાખો. એક બે મિનિટ આ પાણીને ગરમ કરો. સારૂ પરિણામ મેળવવા માટે તમે આ પાણીમાં મરી પાઉડર, મધ અને લીંબુનો રસ મિક્સ કરી શકો છો. હવે આ પાણીને ગાળી લો. વજન ઘટાડવા માટે નિયમિત આ પાણીનું સેવન કરો. 


આ પણ વાંચોઃ ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે બેસવાની આદત છે? તો સુધારી દેજો! નહીં તો આ રોગ થયો તો


મળશે અન્ય ફાયદા
તજનું પાણી વેટ લોસની સાથે-સાથે તમારી ગટ હેલ્થ માટે પણ ખુબ ફાયદાકારક છે. બ્લોટિંગ, કબજીયાત અને ગેસ જેવી પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ પાણીનું સેવન કરી શકાય છે. આ સિવાય તજનું પાણી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી અને હાર્ટને મજબૂત બનાવી રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.