ખરતા વાળથી છો પરેશાન ? ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો, ટાલમાં પણ ઉગશે નવા વાળ
Onion Juice: ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે હેરફોલને રોકવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે. તેનાથી વાળ લાંબા અને ઘાટા થાય છે. જો ડુંગળીનો રસ તમે કેટલીક વસ્તુઓની સાથે માથામાં લગાડો છો તો તેનાથી ખરતા વાળની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે અને વાળ સુંદર બને છે. ડુંગળીના રસ સાથે આ વસ્તુ લગાડવાથી નવા વાળ ઝડપથી ઊગે છે.
Onion Juice: દોડધામ ભરેલી જીવન શૈલીમાં લોકોને આહારની આદતો પણ બદલી ગઈ છે. દૈનિક આહારમાં પોષણનો અભાવ હોવાથી તેની અસર ત્વચા અને વાળને સૌથી વધુ થાય છે. સ્ટ્રેસના કારણે વાળની સમસ્યા પણ ઝડપથી વધી જાય છે. ઘણા લોકો હેરફોલ થી છુટકારો મેળવવા માટે મોંઘા શેમ્પુ, તેલ અને અન્ય હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં રહેલા કેમિકલ ફાયદો કરવાને બદલે નુકસાન કરવા લાગે છે. ઘણી વખત વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. જો ખરતા વાળને સમયસર અટકાવવામાં ન આવે તો માથામાં ટાલ પણ પડી શકે છે. જો તમે પણ ખરતા વાળની સમસ્યાથી પીડિત તો છો તો આજે તમને ડુંગળીના રસના કેટલાક ઉપાય જણાવીએ.
ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે હેરફોલને રોકવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે. તેનાથી વાળ લાંબા અને ઘાટા થાય છે. જો ડુંગળીનો રસ તમે કેટલીક વસ્તુઓની સાથે માથામાં લગાડો છો તો તેનાથી ખરતા વાળની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે અને વાળ સુંદર બને છે. ડુંગળીના રસ સાથે આ વસ્તુ લગાડવાથી નવા વાળ ઝડપથી ઊગે છે.
આ પણ વાંચો:
Skin Care: કોફીનો આ 3 રીતે કરશો ઉપયોગ તો 40 વર્ષે પણ સ્કીન રહેશે 25 જેવી
આ ટીપ્સ ફોલો કરશો તો તકલીફ વિના કાનનો મેલ આવી જશે બહાર, ઈયરબડની નહીં પડે જરૂર
કાકડીની કડવાશ દુર કરવાની આ 3 ટ્રીક છે જોરદાર, 1 મિનિટમાં મીઠી થઈ જશે કાકડી
મેથી
મેથી દાણા ડુંગળીના રસ સાથે લગાડવાથી સમસ્યાથી છુટકારો મળે છે. તેના માટે એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેની પેસ્ટ બનાવી તેમાં 2 થી 3 ચમચી ડુંગળીનો રસ ઉમેરો અને તેને સ્કેલ્પ પર લગાવો. લગભગ 1 કલાક પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરવાનું રાખો.
નાળિયેર તેલ
જો તમે વાળ ખરવાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો તો ડુંગળીના રસમાં નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવો. 2 ચમચી નારિયેળ તેલમાં 3 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો. થોડીવાર હાથથી માલિશ કરો અને લગભગ 1 કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેનો ઉપયોગ કરો.
લીમડાના પાન
વાળના સ્વાસ્થ્ય માટે લીમડાના પાન પણ ઉત્તમ છે. ડુંગળીનો રસ અને લીમડાના પાનને વાળમાં લગાડવાથી જાડા અને મજબૂત થાય છે. ખરતા વાળથી છુટકારો મેળવવા માટે 10-12 લીમડાના પાનને સારી રીતે પીસી પેસ્ટ બનાવી તેમાં 2 ચમચી ડુંગળીનો રસ ઉમેરો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. લગભગ અડધા કલાક પછી વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)