નવી દિલ્હીઃ લગ્ન સમયે ખરીદી કરવી દુલ્હન માટે સૌથી મુશ્કેલ કામ છે. દુલ્હનનાં કપડામાં થોડી પણ ચૂક તેના આખા દિવસને બગાડી શકે છે. મોટાભાગની છોકરીઓને લગ્ન પહેલા બ્રાઈડલ લહેંગા ખરીદવાનો અનુભવ પણ નથી હોતો. જો તમે પણ બજારમાંથી બ્રાઈડલ લહેંગા ખરીદવા જઈ રહ્યા છો તો 6 મોટી ભૂલો કરવાથી બચો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રિસર્ચ- જો તમે તમારા સપનાનાં વેડિંગ ડ્રેસ ખરીદવા માટે સીધા બજારમાં જઈ રહ્યા છો, તો તમારે પસ્તાવુ પડી શકે છે. બ્રાઈડલ ડ્રેસ ખરીદવા માટે રિસર્ચ ખૂબ જ જરૂરી છે. તેથી, શોપિંગ સ્ટોર પર જતાં પહેલાં, ઈન્ટરનેટ પર લહેંગા અથવા વેડિંગ ડ્રેસની લેટેસ્ટ ડિઝાઈન શોધો અને તેને ધ્યાનમાં રાખીને જ ખરીદી આગળ વધારો.


2. સ્કિન ટોન- લગ્ન માટે લહેંગા અથવા વેડિંગ ડ્રેસ ખરીદવો એ ખૂબ જ જટિલ કામ છે. તેને ખરીદતી વખતે લોકોએ પોતાના સ્કિન ટોનનું પણ ધ્યાન રાખવું જોઈએ. અલગ અલગ સ્કીન ટોન પર બધા કલરનાં લહેંગા સૂટ નથી થતા. તેથી તમારે ખૂબ કાળજી રાખવી પડશે. સ્કિન ટોન પ્રમાણે ખરીદેલ વેડિંગ ડ્રેસ તમારી સુંદરતામાં વધારો કરશે.


3. કપડા- વેડિંગ ડ્રેસ ખરીદતી વખતે ઘણી વખત લોકો કપડાનાં મટિરિયલ અને ફેબ્રિક પર ધ્યાન નથી આપતા. પરિણામે લગ્નનાં દિવસે તેમને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. બ્રાઈડલ ડ્રેસમાં હાર્ડ ફેબ્રિકનો ઉપયોગ થયો હોય છે.  ઉપરથી ભારે એમ્બ્રોડરી પણ લુક અને કમ્ફર્ટ ઝોન બંનેને ખરાબ કરી શકે છે. તેથી, લગ્નના પહેરવેશ વિશે બધું સમજ્યા પછી, એકવાર તેને ટ્રાય કરવામાં કોઈ નુકસાન નથી.


4. હવામાન- લગ્ન કે રિસેપ્શન માટે ડ્રેસ ખરીદતી વખતે તમારે હવામાનનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે શિયાળામાં લગ્ન કરવા જઈ રહ્યા હોવ તો તમે ડાર્ક શેડ પસંદ કરી શકો છો, પરંતુ ઉનાળામાં આમ કરવું યોગ્ય નથી. ઉનાળામાં તમારે હળવા શેડનો ડ્રેસ પસંદ કરવો જોઈએ. આ સિવાય તમારે લોકેશનનું પણ ધ્યાન રાખવું જોઈએ.


5. બોડી શેપ- ઘણી વખત છોકરીઓ લગ્ન માટે ડ્રીમ ડ્રેસ પસંદ કરતી વખતે પોતાના બોડી શેપનું ધ્યાન રાખતી નથી. મોડલ કે ડમી પર લગાવેલા લહેંગા ખરીદવાની ભૂલ ન કરો. ડમી અને તમારા શરીરના બંધારણમાં તફાવત હોઈ શકે છે. તેથી, એકવાર લગ્નનો ડ્રેસ પહેરીને ટ્રાય કરીને પછી જ ખરીદવો જોઈએ. જો ડ્રેસમાં તમને થોડી પણ કમી લાગે તો, ફેશન ડિઝાઇનર અથવા સ્ટાઈલિશનો સંપર્ક કરો.


6. અલ્ટરેશન- વેડિંગ ડ્રેસ ઘરે લાવ્યા પછી તેને સીધો જ વૉર્ડરોબમાં મૂકવાના બદલે તેને અલ્ટરેશન માટે મોકલો. જેથી ડિઝાઈનર તમારા ફિગર પ્રમાણે ડ્રેસ ફિટ કરી શકે. સૌથી મોંઘો ડ્રેસ પણ પર્ફેક્ટ ફિટિંગ વગર સારો નથી લાગતો.