સફળ, સક્સેસફૂલ લોકોમાં હોય છે આ આદતો, જે ગરીબોમાં ક્યારેય હોતી નથી
- અમીર લોકો રૂપિયાને ઈન્વેસ્ટ કરે છે. તેનામાંથી કમાવેલા રૂપિયાને બીજે ક્યાંક ઈન્વેસ્ટ કરે
- ગરીબ બહુ જ નિરાશાવાદી હોય છે. તેઓ કોઈ પણ કામ કરતા પહેલા તેમના નકારાત્મક પક્ષ વિશે વધુ વિચારે છે
ઝી મીડિયા/બ્યૂરો :તમામ લોકો રૂપિયા કમાવીને માલદાર (success) બનવા માંગે છે. મોટાભાગના લોકો મધ્યમવર્ગીય કે ગરીબીમાં જ પોતાનું જીવન પસાર કરી દે છે. તેનુ કારણ આપણી આદતો હોય છે. આપણી કેટલીક આદતો એવી હોય છે, જે માલદાર લોકોમાં જ હોય છે, પણ ગરીબો (poor people) માં હોતી નથી. જાણીએ આ આદતો વિશે....
અમીર લોકો દેખાવડો નથી કરતા
ઘણા લોકો એવા હોય છે, જેઓ સારું દેખાવા અને પોતાની જાતને અમીર (rich people) બતાવવા માટે ઘણા રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. આ આદતને કારણે તેઓ આકર્ષક દેખાઈ શકે છે. પરંતુ આ આદત તમને અમીર બનવા દેતી નથી. કેમ કે, રૂપિયા અને લાઈફસ્ટાઈલ પર ખર્ચ કર્યા બાદ લોકોની પાસે વધુ રૂપિયા બચતા નથી. તો તેઓ ક્યાંય આ રૂપિયા ઈન્વેસ્ટ કરી શક્તા નથી. તો બીજી તરફ, અમીર લોકો ક્યારેય દેખાવડો કરવામાં માનતા નથી. તેઓ ડિઝાઈનર કપડાને બદલે સસ્તા કપડા પહેરવાનુ પસંદ કરે છે. હકીકતમાં અમીર લોકો રૂપિયા બચાવીને પોતાના જીવનની પૂંજીનું નિર્માણ કરે છે. ત્યાંથી જ તેમણી કમાણી શરૂ થઈ જાય છે. આ રીતે ધીરે ધીરે કરીને તેઓ પૂંજીનું નિર્માણ કરતા જાય છે અને અમીર બની જાય છે.
આ પણ વાંચો : શ્રીલંકાને ચીન પર નથી ભરોસો, ચાઈનીઝ વેક્સીનનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખીને વાપરશે ભારતીય વેક્સીન
અમીર લોકો ઈચ્છે છે કે રૂપિયા તેમના માટે કામ કરે
અમીર લોકોની આદત હોય છે કે, તેઓ ઈચ્છતા હોય છે કે, રૂપિયા તેમના માટે કામ કરે. અમીર લોકો રૂપિયાને ઈન્વેસ્ટ કરે છે. તેનામાંથી કમાવેલા રૂપિયાને બીજે ક્યાંક ઈન્વેસ્ટ કરે. આ રીતે તેઓ આરામ કરે છે અને રૂપિયા તેમને વધુ રૂપિયા કમાવીને આપે છે. મધ્યમવર્ગીય અને ગરીબ લોકો રૂપિયા કમાવવા માટે નોકરી કરે છે અને પછી તે રૂપિયામાંથી પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે.
અમીર લોકો રૂપિયાને મેનેજ કરવાનુ જાણે છે
અમીર લોકો રૂપિયા સંભાળીને ખર્ચ કરે છે અને હંમેશા પોતાનું બજેટ બનાવીને ચાલે છે. તેઓ તેનું સખ્તાઈથી પાલન પણ કરે છે. તો ગરીબ લોકો રૂપિયા આવતા જ તેને ખર્ચ કરવા વિશે વિચારે છે. એટલુ જ નહિ, રૂપિયા ખર્ચી નાંખ્યા બાદ ક્રેડિટ કાર્ડસનો પણ તેઓ ઉપયોગ કરતા ખચકાતા નથી. આમ તેઓ વ્યાજની માયાજાળમાં ફસતા જાય છે.
આ પણ વાંચો : Ahmedabad માં ભાજપને વધુ એક બેઠક મળી, હારેલા ઉમેદવાર ગીતાબાને વિજેતા જાહેર કરાયા
ગરીબ લોકો નિરાશાવાદી હોય છે
જેઓ ગરીબ હોય છે તે બહુ જ નિરાશાવાદી હોય છે. તેઓ કોઈ પણ કામ કરતા પહેલા તેમના નકારાત્મક પક્ષ વિશે વધુ વિચારે છે. તો અમીર લોકો આશાવાદી હોય છે અને નવી બાબતોને લઈને બહુ જ સકારાત્મક હોય છે. તેઓ ઉર્જાથી ભરપૂર હોય છે.
અમીર લોકો પોતાના લક્ષ્ય પર ફોકસ કરે છે
અમીર લોકો પોતાના લક્ષ્યને લઈને બહુ જ ફોકસ હોય છે. આ જ કારણ છે કે, તેઓ સારી રીતે જાણે છે કે તેઓને જીવનમાં શું હાંસિલ કરવાનું છે. તેઓ મુશ્કેલીઓનો પણ સામનો કરે છે. તો ગરીબ લોકો હંમેશા એ બાબત પર ફોકસ કરે છે, જેનાથી તેઓ બચવા માંગે છે. તેઓ પોતાની સમસ્યાને બેધ્યાન કરે છે. આ જ કારણે તેઓ ક્યારેય એ વાતો પર ફોકસ કરી શક્તા નથી, કે તેઓને જિંદગીમાં શુ જોઈએ છે.
આ પણ વાંચો : આખી જિંદગી સ્પોર્ટસમાં ખર્ચી નાંખનાર પ્લેયર્સને મળે છે બાબાજી કા ઠુલ્લુ, પણ નેતાઓના નામે સ્ટેડિયમ બને છે
લાંબો સમય ફાયદો આપનાર બાબત પર ખર્ચ
અમીર લોકોની એક ખાસ આદત હોય છે કે તેઓ કેટલીક ચીજો પર રૂપિયા ખર્ચવામાં ક્યારેય કંજૂસી કરતા નથી. તો ગરીબ લોકોની નજરમાં તે હંમેશા નકામો ખર્ચ હોય છે. તેનુ ઉદાહરણ જોઈએ. જો તમને કોફી પીવાનો શોખ છે, તો તમારી આદત ગરીબોવાળી છે, તો તમે કોફી પીવામાં રોજ રૂપિયા ખર્ચ કરતા રહેશો. જો તમારા વિચાર અમીરોવાળા હશે, તો તમે રૂપિયા ખર્ચીને કોફી મશીન ખરીદી લેશો. તેનાથી લાંબા સમય માટે તમને ફાયદો થશે. કેમ કે, એક વર્ષમાં તમે રોજ રૂપિયા ખર્ચીને જેટલી કોફી પીશો, અમીર માણસ કોફી મશીન ખરીદીને તેની સરખામણીમાં અડધા જ રૂપિયા ખર્ચ કરશે.