Lip Care: શિયાળામાં પણ હોઠને રુ જેવા સોફ્ટ રાખવા અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
Winter Lip Care: ફાટેલા હોઠ શિયાળાની સૌથી સામાન્ય સમસ્યા છે. ફાટેલા હોઠ તમારા ચહેરાની સુંદરતાને પણ ખરાબ કરી શકે છે. પરંતુ આ શિયાળામાં તમારે આ અંગે ચિંતા કરવી પડશે નહીં. કારણ કે આજે તમને એવા ઘરેલું ઉપાય જણાવીએ જે તમારા હોઠને ફાટતા અટકાવી શકે છે.
Winter Lip Care: ફાટેલા હોઠ શિયાળાની સૌથી સામાન્ય સમસ્યા છે. શિયાળાના ઠંડા પવન શરીરને ત્વચા અને ખાસ કરીને હોઠને ડ્રાય બનાવે છે. જેના કારણે હોઠ ફાટી જાય છે અને તેની ઉપરથી ચામડી નીકળ્યા રાખે છે. ફાટેલા હોઠ તમારા ચહેરાની સુંદરતાને પણ ખરાબ કરી શકે છે. પરંતુ આ શિયાળામાં તમારે આ અંગે ચિંતા કરવી પડશે નહીં. કારણ કે આજે તમને એવા ઘરેલું ઉપાય જણાવીએ જે તમારા હોઠને ફાટતા અટકાવી શકે છે.
આ પણ વાંચો: Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત
સ્ક્રબ
હોઠને સુંદર બનાવવા માટે હોઠને સ્ક્રબ કરવા ખૂબ જ જરૂરી છે. તેની માટે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. ખાંડ સાથે સ્ક્રબ કરવાથી હોઠ સોફ્ટ બને છે.
સારી પ્રોડક્ટનો ઉપયોગ કરો
હોઠ પર હંમેશા સારા પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. સારી પ્રોડક્ટ્સ એટલે કે લિપસ્ટિક, લિપ બામ અથવા લિપ ગ્લોસની બ્રાન્ડ હંમેશા સારી કંપનીની હોવી જોઈએ.
આ પણ વાંચો: Joint Pain: ઠંડીમાં વધી જાય છે સાંધાનો દુખાવો ? આ કામ કરવાથી દુખાવાથી મળશે રાહત
બદામ તેલ
હોઠને સોફ્ટ બનાવવા માટે રોજ રાત્રે સૂતા પહેલા બદામનું તેલ લગાવો. બદામના તેલમાં અનેક પોષક તત્વો હોય છે જે હોઠને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.
થ્રેડિંગ કરો
હોઠની આસપાસના વાળ આવવા તે સામાન્ય વાત છે પરંતુ તેને હંમેશા દુર કરતા રહેવું જોઈએ. કારણ કે હોઠની આસપાસ વાળ રાખવાથી હોઠ ગંદા દેખાય છે. તેને દૂર કરવા માટે તમે વેક્સિંગ અથવા થ્રેડિંગ પણ કરાવી શકો છો.
આ પણ વાંચો: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ
લીંબુનો રસ
લીંબુનો રસ પણ હોઠ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ તેને લગાડવાથી હોઠની ડ્રાયનેસ દુર થાય છે અને સુંદરતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: 4 ગંભીર બીમારીના સંકેત દેખાય છે ત્વચા પર, જોવા મળે તો સમજી લેજો તમે છો બીમાર