Mosquito Prevention Tips: ગરમીની શરૂઆત થાય એટલે સાંજના સમયે લોકો બારી દરવાજા ખુલ્લા કરે છે જેથી ઘરમાં ઠંડક આવે. પરંતુ આ સમયે મચ્છરોનો પ્રકોપ પણ વધી ગયો હોય છે તેથી બારી દરવાજા ખોલવાની સાથે જ ઘરમાં મચ્છરનું ટોળું પણ ઘૂસી જાય છે. આ સિવાય ગરમીના દિવસોમાં રાત્રે  લોકો બહાર કુદરતી ઠંડકમાં બેસવાનું પસંદ કરે છે પરંતુ ત્યાં પણ મચ્છરનો ત્રાસ સહન કરવો પડે છે. મચ્છર કરડી કરડીને હાથ પગ લાલ કરી દેતા હોય છે. જો આવી સમસ્યા તમે પણ સહન કરી રહ્યા છો તો આજે તમને મચ્છર નો ત્રાસ દૂર કરવાના પાંચ સરળ ઉપાય જણાવીએ. આ પાંચમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવશો તો પણ તમને મચ્છરના આતંકથી મુક્તિ મળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ દેશી નુસખા સામે નહીં ચાલે વંદાની જીદ.. છુપાયેલા વંદાને પણ ઘર છોડી ભાગવું પડશે


Cleaning Tips: જીવલેણ સાબિત થઈ શકે છે બાથરૂમની ગંદી ટાઈલ્સ, આ રીતે મિનિટોમાં કરો સાફ


મેન્ટલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે Pets, ઘરમાં તેના આવવાથી થાય છે આટલા લાભ


લીમડા અને નાળિયેરનું તેલ


મચ્છરના આતંક થી મુક્તિ મેળવવા માટે એક વાટકીમાં નાળિયેરનું તેલ અને લીમડાનું તેલ સમાન માત્રામાં મિક્સ કરવું. ત્યાર પછી રાત્રે બહાર જતા પહેલા કે સુતા પહેલા હાથ અને પગ ઉપર સારી રીતે આ તેલને લગાડીને સુઈ જવું. આ તેલ લગાડ્યા પછી મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરકે.


ગૂગલનો ધૂપ


મચ્છર ભગાડવા માટે ઘરમાં ગૂગળના ધૂપનો પ્રયોગ પણ કરી શકાય છે. સાંજે પૂજા ઘરમાં જ્યારે તમે દીવો કરો ત્યારે સાથે ગુગળ નો ધૂપ પણ કરવો. ધૂપથી જે સુગંધિત વાતાવરણ થાય છે તેનાથી નકારાત્મકતા તો દૂર થશે જ પરંતુ સાથે જ મચ્છર અને જીવજંતુ પણ ભાગી જશે. 


કપૂર


મચ્છર નો આતંક દૂર કરવો હોય તો રાત્રે સુતા પહેલા ઘરના બારી દરવાજા બંધ કરીને કપૂર સળગાવવું. ત્યાર પછી 20 મિનિટ સુધી રૂમને બંધ રાખવો. ત્યાર પછી જ્યારે તમે દરવાજો ખોલીને જોશો તો મચ્છરનો ઢગલો જોવા નહિ મળે. 


લેમન ગ્રાસ ઓઇલ


જો ઘરમાં નાના બાળકો હોય અને તમારે ધુમાડો ન કરવો હોય તો લેમન ગ્રાસની મદદથી પણ તમે મચ્છર ભગાડી શકો છો. તેના માટે લેમન ગ્રાસ ને સળગાવી અને ઘરના એક ખૂણામાં મૂકી દો. તેનાથી ધુમાડો પણ નહીં થાય અને જે સુગંધ આવશે તેના કારણે મચ્છર ઘરમાંથી ભાગી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)