Cleaning Tips: જીવલેણ સાબિત થઈ શકે છે બાથરૂમની ગંદી ટાઈલ્સ.. આ રીતે મિનિટોમાં કરો સાફ
Bathroom Tiles Cleaning Hacks: જો નિયમિત સફાઈ ન કરવામાં આવે તો ટાઈલ્સ પર બેક્ટેરિયા જમા થઈ જાય છે. જે ચેપ અને બીમારીનું જોખમ ઊભું કરે છે. તેવામાં તમે ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાથરૂમને સાફ કરી શકો છો. જેના કારણે તમારે બહુ મહેનત નહીં કરવી પડે અને ટાઈલ્સ સરસ સાફ પણ થઈ જશે.
Trending Photos
Bathroom Tiles Cleaning Hacks:બાથરૂમ ઘરનો એક એવો ભાગ છે જેનો દિવસમાં ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે. અને તેનો સ્વચ્છતા સાથે ઘણો સંબંધ છે. અને બાથરૂમની સ્વચ્છતા તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. એટલે તેને સાફ રાખવો જરૂરી છે. તમે ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાથરૂમને સાફ કરી શકો છો. જેના કારણે તમારે બહુ મહેનત નહીં કરવી પડે અને ટાઈલ્સ સરસ સાફ પણ થઈ જશે. પરંતુ એના પહેલા એ જાણવું જરૂરી છે કે, બાથરૂમની ટાઈલ્સ ગંદી હોય તો કેવી અસર પડી શકે છે.
આ પણ વાંચો:
બાથરૂમની ગંદી ટાઈલ્સ રોગને આપે છે આમંત્રણ
બાથરૂમને ચોખ્ખો રાખવો તમારા સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. સાફ ન કરવામાં આવેલી ટાઈલ્સ પડી જવાય તેવી થઈ જાય છે તેમાં જો તમે લપસી જવાય તો ઈજા થવાનો ખતરો રહે છે. આ સિવાય નિયમિત સફાઈ ન કરવાથી ટાઈલ્સ પર બેક્ટેરિયા જમા થઈ જાય છે. જે ચેપ લાગવાનો અને બીમારી થવાનો ખતરો ઉભો કરે છે.
આ રીતે ટાઈલ્સ કરો ચકાચક
ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે બાથરૂમની ટાઈલ્સ સાફ કરી શકો છો. આ માટે તમે બહારના પાવડર કે લિક્વિડ તથા સોડા બાય કાર્બોનેટનો પણ ઉપયોગ કરી શકો છો.
વિનેગર
બાથરૂમની ટાઈલ્સ સાફ કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. એક કપ પાણીમાં બે કપ વિનેગર મિક્સ કરો અને તેને ટાઈલ્સ પર છાંટી દો. થોડી વાર રહીને સાબુ અને બ્રશનો ઉપયોગ કરીને સાફ કરો.
લીંબુનો રસ
બાથરૂમની ટાઈલ્સને સાફ કરવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસને પાણીમાં મિક્સ કરો અને ટાઈલ્સ પર છાંટો. તેને થોડી મિનિટ રહેવા દો અને પછી સાબુ અને બ્રશનો ઉપયોગ કરીને સાફ કરો.
આ પણ વાંચો:
બેકિંગ સોડા
એક ટી સ્પૂન બેકિંગ સોડાના પાણીમાં મેળવીને એક પેસ્ટ બનાવો અને તેને ટાઈલ્સ પર છાંટો. કેટલીક મિનિટો માટે રાહ જુઓ અને તેને સાફ કરો.
અમોનિયા
ટાઈલ્સને સાફ કરવા માટે અમોનિયાનો ઉપયોગ કરી શકાય છે. અમોનિયા પાણીમાં મિક્સ કરીને ટાઈલ્સ પર છાંટો. થોડીક મિનિટો માટે રાહ જુઓ અને પછી બ્રશનો ઉપયોગ કરી સાફ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે