Winter Lips Care: કેટલીક એવી સમસ્યાઓ હોય છે જે શિયાળામાં સૌથી વધુ સતાવે છે. આવી જ એક સમસ્યા છે હોઠ ફાટવાની. શિયાળો શરૂ થાય એટલે હોઠ ફાટવાની શરૂઆત થઈ જાય છે. ઠંડીના કારણે હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. જો તમે પણ શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી ત્રાસી ગયા છો તો આજે તમારી આ સમસ્યાનું સમાધાન પણ તમને જણાવી દઈએ. આજે તમને એક એવો ઉપાય જણાવીએ જે તમારા હોઠ ને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Hair Care: બેજાન વાળને રેશમ જેવા સિલ્કી બનાવવા વાળમાં લગાડો આમાંથી કોઈ એક વસ્તુ


એલોવેરા અને ખાંડનું સ્ક્રબ


શિયાળામાં ઠંડી હવા અને ડ્રાય વાતાવરણના કારણે હોઠનું મોઈશ્ચર ઉડી જાય છે. જેના કારણે હોટ ફાટવા લાગે છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. ડ્રાય અને ફાટેલા હોઠને રિપેર કરવા માટે આ ઘરેલુ ઉપાય અસરકારક છે. તેના માટે એલોવેરા જેલમાં થોડી ખાંડ ઉમેરીને આ સ્ક્રબને હોઠ પર લગાડો. તેનાથી હોઠ પરની ડેડ સ્કિન દૂર થઈ જશે. ત્યાર પછી હોઠ પર નાળિયેર તેલ લગાડી લો. 


આ પણ વાંચો: હનીમૂન કપલ માટે બેસ્ટ છે લક્ષદ્વીપની આ 7 જગ્યાઓ, વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની માણો મજા


મધ અને એલોવેરા


મધ અને એલોવેરાનું મિશ્રણ પણ હોઠ માટે ફાયદાકારક છે તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે હોઠને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે અને ફાટતા અટકાવે છે. તેના માટે એક નાનકડી ડબ્બીમાં એલોવેરા જેલ અને મધને સમાન માત્રામાં મિક્સ કરી લો હવે દિવસ દરમિયાન આ મિશ્રણનો ઉપયોગ લિપ બામની જેમ કરો. દિવસમાં બેથી ત્રણ વખત તેને લગાડશો તો તમારા હોઠ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.


આ પણ વાંચો: Belly Fat: શિયાળામાં માખણની જેમ ઓગળી જશે પેટની ચરબી, ખાવાનું ભૂલતા નહીં આ 5 વસ્તુઓ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)