Hair Care Tips: રુક્ષ અને બેજાન વાળને રેશમ જેવા સિલ્કી બનાવવા વાળમાં લગાડો આમાંથી કોઈ એક વસ્તુ
Hair Care Tips: દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળ લાંબા, મજબૂત અને રેશમ જેવા સિલ્કી હોય. પરંતુ શિયાળામાં વાળની ચમક ખોવાઈ જાય છે. આ ઋતુમાં વાળ ખૂબ જ રુક્ષ અને બેજાન થઈ જાય છે. શિયાળામાં વાળને રેશમ જેવા મુલાયમ અને સુંદર રાખવા હોય તો તેના માટે ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ તમને મદદ કરી શકે છે.
એલોવેરા જેલ
બેજાન થયેલા વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે તમે વાળમાં એલોવેરા જેલ લગાવી શકો છો. તેનાથી તમારા વાળ ચમકદાર બનશે.
દહીં અને મધ
તમે તમારા વાળ પર દહીં અને મધનું માસ્ક લગાવી શકો છો. આ માસ્ક તમારા વાળને ચમક આપશે. દહીં અને મધ તમારા વાળ માટે ફાયદાકારક છે.
એલોવેરા જેલ અને દહીં
તમે વાળમાં એલોવેરા જેલ અને દહીંનું માસ્ક પણ લગાવી શકો છો. તેના કારણે તમારા વાળ સોફ્ટ અને શાઈની બને છે.
નાળિયેર તેલ
શિયાળામાં જો વાળ વધારે ખરવા લાગે તો માથામાં નાળિયેરનું તેલ ગરમ કરીને લગાડો.
તેલ માલિશ
શિયાળામાં વાળમાં ગરમ તેલની માલિશ કરવી જોઈએ. તેનાથી વાળમાંથી ગંદકી દૂર થાય છે અને વાળને મોઇશ્ચર મળે છે.
Trending Photos