Skin Care: પડવા કે વાગવાથી ઘણી વખત ત્વચા પર લીલા કે કાળા રંગના નિશાન પડી જાય છે. ત્વચાનો નિષ્ણાંતો અનુસાર આવું ત્યારે થાય છે જ્યારે શરીર પર ઉપર ઈજા નથી થતી પરંતુ ત્વચાની અંદરની કોશિકાઓ ડેમેજ થાય છે. જ્યારે ત્વચાની અંદરની કોશિકાઓ માંથી રક્ત નીકળે છે તો તેના કારણે ત્વચાની ઉપરના ભાગમાં લીલા, કાળા અથવા તો બ્લુ જેવા નિશાન દેખાવા લાગે છે. આ નિશાન લાંબા સમય સુધી રહે તો તેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. જોકે મોટાભાગે આવા નિશાન થોડા દિવસોમાં દૂર થઈ જાય છે. પરંતુ જો સપ્તાહ સુધી પણ આવવાની શાંત ત્વચા પરથી દૂર ન થાય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ હર્બલ વસ્તુઓ સફેદ વાળને નેચરલી કરે છે કાળા, કલર કે ડાઈ કરવાની નથી પડતી જરૂર


પડવા કે વાગવાથી થયેલા આવા નિશાનને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચામાં સોજો અને દુખાવો દૂર કરે છે. તેના માટે સૌથી પહેલા નાળિયેર તેલને ગરમ કરી તેમાં હળદર ઉમેરીને તેને ઠંડી થવા દો હવે આ લેપને જે જગ્યા પર નિશાન પડી ગયા હોય ત્યાં લગાડો. તમે જોઈને નવાઈ લાગશે કે આવા નિશાન ઝડપથી દૂર થઈ જાય છે.


આ પણ વાંચો: Storage Tips: ફ્રિજ વિના પણ કેળાને દિવસો સુધી રાખી શકો છો ફ્રેશ, આ રીતે કરવા સ્ટોર


એરંડિયા નું તેલ પણ આ પ્રકારના નિશાન અને સોજા ને દૂર કરી શકે છે. આ તેલનો ઉપયોગ કરવાથી ત્વચામાં સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને નિશાન ઝડપથી નીકળી જાય છે. તેના માટે એરંડિયાના તેલમાં હળદર ઉમેરીને ત્વચા પર હળવા હાથે માલીશ કરો તેનાથી નિશાન ઝડપથી ગાયબ થઈ જશે.


આ પણ વાંચો: આ ફેસપેક લગાડવાથી ચહેરા પર આવશે હિરોઈન જેવો ગ્લો, 4 વસ્તુઓ સાથે ઘરે જ કરો તૈયાર


એલોવેરાનો ઉપયોગ ત્વચા અને વાળ માટે સૌથી વધુ કરવામાં આવે છે. આ એલોવેરા આવા નિશાનોને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. જ્યારે પણ શરીર પર આવા નિશાન બની જાય તો તે જગ્યા પર એલોવેરા જેલ લગાડી દેવું. નિયમિત તેને લગાડવાથી ત્વચા પર પડેલા લીલા નિશાન ઝડપથી દૂર થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)