Video Viral: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અવનવા વિડીયો અને પોસ્ટ શેર કરવામાં આવે છે. તેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જે તુરંત જ ચર્ચામાં આવી જાય અને વાયરલ થાય. આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેનું કારણ સૌથી અલગ છે. આજ સુધી તમે પણ આવું ક્યારેય નહીં જોયું હોય. આ વિડીયો એક તુલસીના છોડનો છે અને તેને જોયા પછી તમને પણ પ્રશ્ન થશે કે આવું કેવી રીતે થાય ? જે પણ આ વિડીયો જોવે છે તે દંગ રહી જાય છે અને માથું પકડી લે છે કે આવું કેવી રીતે બન્યું ? આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જોકે તેની સત્યતાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી પરંતુ લોકો આ વીડિયોને ખૂબ જ જોઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Hotel માં ચેક-ઇન ગમે ત્યારે કરો પરંતુ ચેક-આઉટ બપોરે 12 વાગ્યે જ કેમ કરવું પડે છે?


વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત


UK, USA ને પણ પાછળ પાડે છે ગુજરાતનું આ ગામ! જાણો કુબેરના ભંડારોથી ભરેલાં ગામની ગાથા


Instagram પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઝાડ પાસે નાનકડો તુલસીનો છોડ ઉગેલો છે અને તે અચાનક જ નૃત્ય કરતો હોય તેમ ફરવા લાગે છે. જેને જોઈને લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે. જોકે આવું કેમ થઈ રહ્યું છે અને આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જ પુષ્ટિ થઈ નથી. 


હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે અને સવાર સાંજ તુલસીની પૂજા થાય છે. તેવામાં તુલસીનો છોડ આ રીતે નૃત્ય કરતો હોય તેમ ફરતો જોવા મળતા લોકોમાં પણ કુતુહલ છે. 


 



આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકોના અવાજ પણ આવે છે જે અલગ અલગ અનુમાન લગાવે છે. વીડિયો જોતા એવું લાગે કે તુલસીના છોડને જાણે કોઈ ફેરવી રહ્યું હોય. પરંતુ આ તુલસીનો છોડ ઝાડ પાસે જમીનમાં ઊગેલો દેખાય છે. તેથી કેટલાક લોકો વિડીયો પર એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે તેને કીડીઓ કે અન્ય જીવજંતુ ફેરવે છે. જોકે આ વીડિયોની પુષ્ટિ પણ કરવામાં આવતી નથી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)