Hotel માં ચેક-ઇન ગમે ત્યારે કરો પરંતુ ચેક-આઉટ બપોરે 12 વાગ્યે જ કેમ કરવું પડે છે? શું તમે જાણો છો તેની પાછળનું સિક્રેટ

Hotel Booking Tips: તમે જ્યારે ઇચ્છો ત્યારે હોટેલમાં ચેક-ઇન કરી શકો છો, પરંતુ રૂમ હંમેશા બપોરે 12 વાગ્યે જ ખાલી કરવો પડે છે. શું તમે જાણો છો તેની પાછળનું રહસ્ય શું છે?
 

Hotel માં ચેક-ઇન ગમે ત્યારે કરો પરંતુ ચેક-આઉટ બપોરે 12 વાગ્યે જ કેમ કરવું પડે છે? શું તમે જાણો છો તેની પાછળનું સિક્રેટ

Why hotel checkout is only at 12 noon: જ્યારે પણ તમે રજાઓ માળવા માટે અન્ય સ્થળોએ ગયા હોવ ત્યારે તમે પણ રહેવા માટે હોટેલ અથવા ગેસ્ટ હાઉસ બુક કરાવતા જ હશો. ત્યાં તમે જોયું જ હશે કે હોટલનું ચેક આઉટ સામાન્ય રીતે બપોરે 12 વાગ્યે જ રાખવામાં આવે છે.  આ સમય 12 વાગ્યાનો જ કેમ હોય છે, અન્ય કોઈ સમયે કેમ નહીં. શું છે આ પાછળનું રહસ્ય, શું તમે ક્યારેય વિચાર્યું છે. 

24 કલાકનું ભાડું પરંતુ શા માટે વહેલા ચેક આઉટ?
સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે હોટેલ-ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરો છો તો તે 24 કલાક માટે હોય છે. હોટલના નિયમો અનુસાર, તમારો 24 કલાક બપોરે 12 વાગ્યાથી શરૂ થાય છે અને બીજા દિવસે બપોરે 12 વાગ્યે તેણે રૂમમાંથી બહાર નીકળવું પડશે. આવી સ્થિતિમાં, જો તમે સાંજે 7 વાગ્યે પણ હોટલમાં રૂમ બુક કરો છો, તો તમારે બીજા દિવસે બપોરે 12 વાગ્યે રૂમમાંથી ચેક આઉટ કરવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે 24 કલાક માટે ભાડું ચૂકવો છો પરંતુ તમને આખો દિવસ રૂમ મળતો નથી.

No description available.

બપોરે 12 વાગ્યે ચેકઆઉટ રાખવા પાછળના કારણો
હોટલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ચેકઆઉટનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવા પાછળ એક નહીં પરંતુ ઘણા કારણો છે. તેનું એક મોટું કારણ એ છે કે હોટેલ સ્ટાફને રૂમની સફાઈ અને અન્ય તૈયારીઓ માટે યોગ્ય સમય મળે છે. જો તમામ મહેમાનો અનુસાર ચેક-આઉટનો સમય અલગ-અલગ રાખવામાં આવે તો સ્ટાફ માટે સમસ્યાઓ વધશે અને તેઓ તેમનું કામ યોગ્ય રીતે કરી શકશે નહીં.

રૂમ બુકિંગ
હોટેલમાં બપોરે 12 વાગ્યાનો ચેક આઉટ સમય રાખવા પાછળનું બીજું કારણ એ છે કે તે મેનેજમેન્ટને રૂમ બુક કરવાનું અનુકૂળ રહે છે. બપોરે 12 વાગ્યે કેટલા રૂમ ખાલી છે તે સ્ટાફને ખબર છે. આ તેમને બાકીના રૂમ બુક કરવાનું અનુકૂળ બનાવે છે. અલગ-અલગ સમયે ચેકઆઉટને કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ જવાનો ભય રહે છે. 

ચેક-આઉટ ટાઈમીંગ
હોટેલ ચેક-આઉટનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવા પાછળનું ત્રીજું અને મોટું કારણ એ છે કે જે લોકો હોટલમાં રજાઓ માણવા જાય છે તેઓ સામાન્ય રીતે મોડે સુધી જાગે છે. આવી સ્થિતિમાં, તેઓ સવારે આરામથી ઉઠી શકે છે અને યોગ્ય રીતે તૈયાર થઈ શકે છે, તેથી સવારે ચેક-આઉટનો સમય વહેલો રાખવામાં આવતો નથી. 

આ પણ વાંચો:
12 કલાક સુધી મોસ્કોના ધબકારા વધેલા રહ્યા, 360 KM પહેલા જ વેગનર આર્મીનો યુટર્ન
શું પીએમ મોદીના યુએસ પ્રવાસથી નારાજ થશે મુસ્લિમ દેશ? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
USમાં ઈન્ડિયનનો દબદબો: PMના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું વૈશ્વિક અર્થતંત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news