Weight Loss: પેટ પર વધેલા ફેટથી પરેશાન છો? રાત્રે સૂતા પહેલા પીવો આ 2 હેલ્ધી ડ્રિંક્સ
How To Reduce Belly Fat: મોટાભાગના લોકો સ્લિમ ટ્રિમ દેખાવા માંગે છે, પરંતુ પેટની ચરબી બધા અરમાનો પર પાણી ફેરવી દે છે, આવી સ્થિતિમાં રાત્રે 2 પ્રકારના ડ્રિંક્સ પીવા જોઈએ, જેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે..
Fenugreek Tea And Turmeric Milk: વજન ઘટાડવું કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી, આ માટે સ્ટ્રીક ડાયેટ અને ભારે કસરતનો આશરો લેવો પડે છે, કેટલીકવાર તમામ પ્રયાસો છતાં પેટ અને કમરની આસપાસની ચરબી ઓછી થતી નથી. બહુ ઓછા લોકો જાણતા હશે કે વજન વધવું એ ડિનરમાં શું અને કેટલું ખાય છે તેના પર પણ આધાર રાખે છે. જો તમે રાત્રે સંપૂર્ણ અથવા વધુ કેલરીવાળો ખોરાક લો છો, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. જેના કારણે પેટની ચરબી ઝડપથી વધે છે.
આ ભૂલને કારણે વધે છે વજન!
ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ અનુસાર, જો તમે તમારું વજન ઘટાડવા માટે ગંભીર છો, તો રાત્રે સૂવાના 2 કલાક પહેલા ખાઓ, કારણ કે જમ્યા પછી તરત સૂવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય તમારે કેટલાક એવા ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ જે તમને વજન ઘટાડવામાં મદદ કરે.
આ પણ વાંચો:
ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં અપાયું ટ્રાન્સફર
મોંઘવારીથી મોટી રાહત! ઘટશે CNG-PNG ના ભાવ, જાણો સરકારે શું નિર્ણય લીધો
શાર્દુલ બાદ સ્પીનર્સે પણ કર્યો જબરદસ્ત કમાલ, KKR એ RCB ને ધૂળ ચટાડી
વજન ઘટાડવા માટે રાત્રે પીઓ આ ડ્રિંક્સ
1. હળદરવાળું દૂધ
હળદરમાં ઘણા ઔષધીય ગુણો હોય છે, તેથી ઘણીવાર આ મસાલાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ, દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ બંનેનું મિશ્રણ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. એટલા માટે રાત્રે હળદર વાળું દૂધ પીવું જોઈએ.
2. મેથીની ચા
જો તમે ફ્લેટ ટમી મેળવવા ઈચ્છતા હોવ તો આજથી જ રાત્રે મેથીની ચા પીવાનું શરૂ કરો. જ્યારે તમે રાત્રે ઘણું બધું ખાઓ છો, તો પછી સારી પાચનની જરૂર છે, આ સ્થિતિમાં મેથીની ચા પાચનને સુધારીને વજન ઘટાડી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી નાખીને આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ગાળી લો અને રાત્રે થોડું ગરમ કરીને પી લો. તેની અસર થોડા દિવસોમાં જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube