દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો

સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા.30/06/2003 થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં તા.01/04/2023 પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહી કરી આપવાનો સરકાર ધ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો.

 દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો

ઝી ન્યૂઝ/ગાંધીનગર: દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. દસ્તાવેજ નોંધણી માટે ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધારવામાં આવ્યો છે. આગામી 31/03/2025 સુધી ફ્રેન્કીંગ મશીન પધ્ધતી ચાલુ રહેશે. હાલના ફ્રેન્કીંગ પરવાનેદારોને કેન્કીંગ મશીનમાં પ્રિપેઈડ બેલેન્સ લોડ કરી આપવાની મંજૂરી મળી છે. 

ફ્રેન્કીંગ પરવાનેદારોને એક ડોક્યુમેન્ટ પર ફક્ત રૂ. 10000/- સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી મળી છે. તારીખ 15/04/2023 થી કરવાનો રહેશે. એટલે કે તા:14/04/2023ના રાત્રીના 12,00 વાગ્યા પછી રૂ.10,000/-થી વધુ રકમનું ફ્રેન્કીંગ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહિ. 

સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા.30/06/2003 થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં તા.01/04/2023 પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહી કરી આપવાનો સરકાર ધ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો. ત્યારબાદ વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સગવડતા સુવિધા માટે ફ્રેંકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રજુઆત કરવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news