Reduce Belly Fat: જ્યારે પેટ અને કમરની આસપાસ ચરબી જામી જાય તો તેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. શરીરના આ અંગો પર જામેલી ચરબી દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. નિયમિત એક્સરસાઇઝની સાથે પ્રોપર ડાયેટ પણ ફોલો કરવી પડે છે. તેની સાથે જ રસોડામાં રહેલા કેટલાક મસાલા બેલી ફેટ ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. રસોઈમાં ઉપયોગમાં આવતા તજ, હળદર, અજમા, જીરું જેવા મસાલા ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા પણ પેટ અને કમરની આસપાસ ચરબી જામી છે અને તમારે તેને ઓછી કરવી છે તો તમે હળદરની મદદ લઈ શકો છો. હળદરનો ઉપયોગ ઘણા બધા ઘરેલુ નુસખામાં કરવામાં આવે છે. તેવી જ રીતે વધેલા વજનને ઓછું કરવા માટે પણ હળદરનું પાણી ઉપયોગી સાબિત થઈ શકે છે. હળદરના પાણીનું સેવન કરવાથી વજન તો ઘટે જ છે તેની સાથે જ પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.


આ પણ વાંચો:


Hair Care: સફેદ થયેલા વાળ પણ થઈ જશે કાળા, અઠવાડિયામાં 2 વખત કરો આ વસ્તુનો ઉપયોગ


વોશિંગ મશીનમાં આ સેટીંગ કરી ધોવી જોઈએ બેડશીટ, રિઝલ્ટ જોઈ આંખો થઈ જશે પહોળી


Hair Care: ખરતા વાળ અટકાવવા હોય તો ખાવી આ 5 વસ્તુઓ, એક પણ વાળ નહીં જોવા મળે કાંસકામા


હળદરના પાણીથી થતા ફાયદા


હળદરના પાણીનું સેવન કરવાથી બેલી ફેટ ઝડપથી ઘટે છે અને સાથે જ મેટાબોલિઝમ પણ સુધરે છે. નિયમિત તેનું સેવન કરવાથી સ્થૂળતા ધીરે ધીરે ઘટી જાય છે. વજન ઘટાડવાની સાથે હળદરનું પાણી તમારી ત્વચાને પણ સુંદર બનાવવામાં મદદ કરશે. હળદરનું પાણી પીવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે. 


કેવી રીતે બનાવવું હળદરનું પાણી


વજન ઘટાડવા માટે હળદરના પાણીનો ઉપયોગ કરવો હોય તો તેના માટે એક ગ્લાસ પાણીને ઉકાળો અને તેમાં એક ચમચી હળદર ઉમેરો. પાંચ મિનિટ પાણીને ઉકાળ્યા પછી ગેસ બંધ કરો અને આ પાણી હુંફાળું હોય ત્યારે તેને ધીરે ધીરે કરી પી જવું. નિયમિત રીતે દિવસમાં એક ગ્લાસ હળદર વાળું પાણી પીવાથી સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)