વોશિંગ મશીનમાં આ સેટીંગ કરી ધોવી જોઈએ બેડશીટ, રિઝલ્ટ જોઈ આંખો થઈ જશે પહોળી

Washing Tips: મશીનમાં ધોયા પછી પણ બેડશીટ ઘણી વખત સારી રીતે સાફ થતી નથી તેનું કારણ ટેમ્પરેચર હોય છે. જો યોગ્ય ટીપ્સ ફોલો કરીને તમે મશીનમાં બેડશીટ ધોશો તો તેનાથી બેડશીટની સફાઈ સારી રીતે થશે અને બેડશીટ નવા જેવી ચમકી પણ જશે. તો ચાલો તમને જણાવીએ કે વોશિંગ મશીનમાં બેડશીટ ને કેવી રીતે ધોવી અને તેના માટેનું યોગ્ય ટેમ્પરેચર કયું છે. 

વોશિંગ મશીનમાં આ સેટીંગ કરી ધોવી જોઈએ બેડશીટ, રિઝલ્ટ જોઈ આંખો થઈ જશે પહોળી

Washing Tips: દરેક ઘરમાં થોડા થોડા દિવસે ગૃહિણીઓ બેડશીટ બદલતી હોય છે. બેડશીટને નિયમિત રીતે બદલી અને સાફ કરવી જરૂરી હોય છે. ઘરમાં બેડશીટ એવી વસ્તુ હોય છે જે સૌથી વધુ ખરાબ પણ થતી હોય છે તેથી તેની સફાઈ પણ યોગ્ય રીતે થવી જરૂરી હોય છે. કારણ કે બેડશીટ જો ગંદી અને ખરાબ રહે તો તે રોગનું કારણ પણ બની શકે છે. સામાન્ય રીતે ગૃહિણીઓ બેડશીટ ને વોશિંગ મશીનમાં જ ધોતી હોય છે પરંતુ વોશિંગ મશીનમાં પણ બેડશીટ ધોતી વખતે ટેમ્પરેચરનું ધ્યાન રાખવું જરૂરી છે. 

મશીનમાં ધોયા પછી પણ બેડશીટ ઘણી વખત સારી રીતે સાફ થતી નથી તેનું કારણ ટેમ્પરેચર હોય છે. જો યોગ્ય ટીપ્સ ફોલો કરીને તમે મશીનમાં બેડશીટ ધોશો તો તેનાથી બેડશીટની સફાઈ સારી રીતે થશે અને બેડશીટ નવા જેવી ચમકી પણ જશે. તો ચાલો તમને જણાવીએ કે વોશિંગ મશીનમાં બેડશીટ ને કેવી રીતે ધોવી અને તેના માટેનું યોગ્ય ટેમ્પરેચર કયું છે. 

આ પણ વાંચો:

જે ચાદરનો ઉપયોગ તમે નિયમિત કરતા હોય તેને અઠવાડિયામાં એક વખત ધોવી ખૂબ જ જરૂરી છે. જો બેડશીટ નો ઉપયોગ ઓછો થતો હોય તો બે અઠવાડિયામાં એક વખત તમે બેડ જોઈ શકો છો. 

બેડશીટ ને સારી રીતે સાફ કરવી હોય તો તેના માટે 60 ડિગ્રી પર લોંગ વોશ કરવું જરૂરી છે. જો આ તાપમાન પર તમે બેડશીટ ને સાફ કરશો તો તેની ગંદકી પણ દૂર થઈ જશે અને બેડશીટ પણ નવા જેવી ચમકી જશે.

જો તમે બેડશીટ ને યોગ્ય ટેમ્પરેચર પર ધોવાનું રાખો છો તો બેડશીટ પર જામેલો પરસેવો, સ્કીનના ડેડ સેલ્સ અને બેક્ટેરિયા દૂર થઈ જાય છે. જો મશીનમાં તાપમાન સેટ કરવાની સુવિધા ન હોય તો તમે ગરમ પાણીમાં બેડશીટને પલાળી રાખી અને ધોઈ શકો છો. બેડશીટ ને ધોતા પહેલા ગરમ પાણીમાં પલાળી પછી ધોવાથી નરી આંખે ન જોઈ શકાય તેવા બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news