Dark Circle: આંખ નીચેના કાળા ડાઘ 7 દિવસમાં થઈ જશે દુર, ચહેરો થઈ જશે બેદાગ
Dark Circle: અંડર આઈ ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા પર ખરાબ અસર કરે છે. ચહેરો ચાંદ જેવો સુંદર હોય પણ આંખની નીચે કાળા કુંડાળા હોય તો સુંદરતા ઉપર પણ ગ્રહણ લાગી જાય છે. આ ડાર્ક સર્કલને તમે આ 4 માંથી કોઈપણ એક ઘરગથ્થુ ઉપાયની મદદથી દુર કરી શકો છો.
Dark Circle: ડાર્ક સર્કલની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે જેનાથી મહિલા અને પુરુષ બંને પીડિત હોય છે. અંડર આઈ ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા પર ખરાબ અસર કરે છે. ચહેરો ચાંદ જેવો સુંદર હોય પણ આંખની નીચે કાળા કુંડાળા હોય તો સુંદરતા ઉપર પણ ગ્રહણ લાગી જાય છે. સામાન્ય રીતે આંખ નીચે ડાર્ક સર્કલ અપૂરતી ઊંઘના કારણે સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય સ્ટ્રેસફુલ લાઈફ સ્ટાઈલ ના કારણે પણ આંખની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ નુસખા અપનાવીને તમે ડાર્ક સર્કલને ગણતરીના દિવસોમાં દૂર કરી શકો છો.
ડાર્ક સર્કલ થવાના કારણો
વધતી ઉંમર
રક્તની ઉણપ
વ્યસન
અપૂરતી ઊંઘ
પોષણની ખામી
એલર્જી
સ્ટ્રેસ
ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર
આ પણ વાંચો:
સ્પર્મ કાઉંટ વધારે છે આ 3 ડ્રાયફ્રુટ, નિયમિત ખાવાથી વધે છે પુરુષની Fertility
Hair Fall Control: ચોમાસામાં વાળને ખરતા અટકાવશે આ 5 હેર ઓઈલ, ઝડપથી વધે છે વાળ
કેમિકલ વિના વાળ કાળા કરવા છે? આ 5 વસ્તુઓ છે બેસ્ટ, એક પણ સફેદ વાળ માથામાં નહીં દેખાય
ઉપરોક્ત કોઈપણ કારણસર આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય તો તેને દૂર કરવા માટે તમે આ ચારમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો. નિયમિત આ ઉપાય કરવાથી આંખ નીચેના ડાર્ક સર્કલ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલમાં એલોસીન નામનું કમ્પાઉન્ડ હોય છે જે ત્વચા ઉપર થતા ડાઘને અટકાવવામાં મદદ કરે છે. આંખ નીચે કાળા કુંડાળા થયા હોય ત્યારે પણ તમે એલોવેરા જેલ લગાડી શકો છો.
ટમેટા
ટમેટામાં લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા તત્વો હોય છે જે ત્વચાને થતું ડેમેજ અટકાવે છે. ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે આંખ નીચે ટમેટાનો રસ લગાડી શકો છો.
સંતરા
સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે વરદાન છે. સંતરાના રસને વાટકીમાં લઈ તેમાં થોડું ગ્લિસરીન ઉમેરીને રૂની મદદથી આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
નાળિયેર તેલ
નાળિયેર તેલ પણ ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચાને સૌથી વધુ પોષણ મળે છે. રાત્રે સૂતા પહેલાં થોડું નાળિયેર તેલ આંખ નીચે લગાડી મસાજ કરવાથી સ્કીન પર આવેલો સોજો અને ડાર્ક સર્કલ દૂર થવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)