Hair Fall Control: ચોમાસામાં વાળને ખરતા અટકાવશે આ 5 હેર ઓઈલ, ઝડપથી વધે છે વાળ

Hair Fall Control: ચોમાસુ શરુ થાય એટલે જ્યાં જુઓ ત્યાં વાળ જ વાળ દેખાવા લાગે છે. વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે એટલે ચિંતા પણ વધે છે. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો આ જાણકારી તમને કામ આવશે. આજે તમને એવા તેલ વિશે જણાવીએ જે ખરતા વાળ અટકાવે છે અને હેર ગ્રોથ વધારે છે. 

Hair Fall Control: ચોમાસામાં વાળને ખરતા અટકાવશે આ 5 હેર ઓઈલ, ઝડપથી વધે છે વાળ

Hair Fall Control: ચોમાસુ શરુ થાય એટલે જ્યાં જુઓ ત્યાં વાળ જ વાળ દેખાવા લાગે છે. વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે એટલે ચિંતા પણ વધે છે. વધુ પડતા વાળ ખરવાની સમસ્યાના કારણે માથામાં ટાલ પણ પડી શકે છે. વરસાદના પાણી સિવાય આનુવાંશિક કારણો, હોર્મોનલ, ફંગલ ઈન્ફેક્શન, સ્ટ્રેસ અને પોષણની ખામીના કારણે વાળ ખરવા લાગે છે. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો આ જાણકારી તમને કામ આવશે. આજે તમને એવા તેલ વિશે જણાવીએ જે ખરતા વાળ અટકાવે છે અને હેર ગ્રોથ વધારે છે. 

ખરતા વાળ અટકાવવાના ઉપાયો

આ પણ વાંચો:

રોઝમેરી ઓઈલ

રોઝમેરી ઓઈલ વાળના ગ્રોથને વધારે છે. તેનાથી ટાલ પડતી અટકાવે છે. તેલમાં રહેલા તત્વો વાળના ફોલિકલ્સને પોષણ આપે છે. તેનાથી અકાળે વાળ સફેદ થતા અટકે છે.  

ઓલિવ તેલ

ઓલિવ ઓઈલ વાળ પર ખૂબ જ સારી અસર કરે છે. ઓલિવ ઓઈલ એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી વાળને મોઈશ્ચર મળે છે.   

એરંડીયું

એરંડીયાનું તેલ વાળને ડ્રાય થતા અટકાવે છે. તેને હુંફાળુ ગરમ કરી અને માથામાં માલિસ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળનો ગ્રોથ વધે છે. 

નાળિયેર તેલ

નાળિયેર તેલ વાળની ​​બધી સમસ્યાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે વાળને યોગ્ય પોષણ આપે છે. તે વાળના મૂળને હાઇડ્રેટ કરે છે.  નાળિયેર તેલથી નિયમિત માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા અટકે છે. 

(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news