Tips to Prepare for UPSC: UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાનું આયોજન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. તેમાં પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યુ જેવા સ્તરનો સમાવેશ થાય છે. UPSC પ્રિલિમ પરીક્ષા આ વર્ષે 28 મેના રોજ કમિશન દ્વારા યોજવામાં આવશે. ત્યારે પરીક્ષા આપનારા તમામ પરીક્ષાર્થી તનતોડ તૈયારીમાં લાગી ગયા છે. જો કે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે નાની મોટી ભૂલના કારણે પરીક્ષા પાસ નથી કરી શકતા. તો આજે અમે તમને એવી 4 ટિપ્સ વિશે જણાવીશું, જે તમારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા પહેલા ફોલો કરવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બધા વિષયો માટે સમય અલગ રાખો
UPSCની મુખ્ય પરીક્ષામાં GS સહિત ભાષા અને ઓપ્શનલ પેપર પણ હોય છે. ત્યારે તમારે આ બધા જ વિષયોની તૈયારી માટે અલગ અલગ સમય ફાળવવો જોઈએ. આવુ કરવાથી તમે દરેક વિષયને સરળતાથી પૂરતો સમય આપી શકશો. 


2. જવાબ લખવાની વધુમાં વધુ પ્રેક્ટિસ કરો
જો તમારે મુખ્ય પરીક્ષામાં સારા ગુણ મેળવવા છે, તો તમારે વધારેમાં વધારે સવાલોના જવાબ લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ ઉપરાંત, જવાબ લખ્યા પછી, તે જવાબ કોઈ એક્સપર્ટ પાસેથી ચેક કરાવવા જોઈએ. આવું કરવાથી તમે જાણી શકશો કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. અને તેને તમે સુધારી શકશો. 



આ પણ વાંચો:
ઉનાળાની ઋતુમાં આ ટિપ્સ અપનાવીને તમે તમારી બાઇકની સંભાળ રાખી શકો છો
ફોન બોમ્બની જેમ ફૂટે છે! એક વ્યક્તિનું મૃત્યુ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?
ટુ વ્હીલર ચલાવતી વખતે આ સેફ્ટી ટિપ્સ કરો ફોલો, અકસ્માતનું જોખમ થશે ઓછું


3. નિયમિત રીતે મોક ટેસ્ટ આપતા રહો
જો તમને લાગે કે તમારી તૈયારી થઈ ગઈ છે, તો તમારે આ પછી તમારું મૂલ્યાંકન કરવું જોઈએ. આવું કરવાથી તમે તમારી તૈયારીના લેવલ વિશે સરળતાથી જાણી શકશો. આ માટે તમારે નિયમિત મોક ટેસ્ટ આપવી જોઈએ. નિયમિત મોક ટેસ્ટ આપવા માટે તમે કોઈ સારી સંસ્થાની મોક ટેસ્ટ આપી શકો છો.


4. નોટ્સ જરૂરથી બનાવો
જો તમને લાગે છે કે તમે ફક્ત પુસ્તકો વાંચીને અથવા સામયિકોની મદદથી આ પરીક્ષા પાસ કરી શકશો, તો તમે આ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. આ પરીક્ષા પાસ કરવા માટે એ સૌથી અગત્યનું છે કે તમે જે પણ અભ્યાસ કરી રહ્યા છો, તમારે તેની નોટ્સ જરૂરથી બનાવવી જોઈએ. જે માટે તમે વિવિધ સંસાધનોની મદદ પણ લઈ શકો છો. નોટ્સ બનાવવાનો ફાયદો એ થશે કે તમે છેલ્લી ઘડીનું રિવિઝન સરળતાથી કરી શકશો. 


આ પણ વાંચો:
માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારૂં રાશિફળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube