બીટ અને બદામના તેલનો આ રીતે કરશો ઉપયોગ તો થોડા જ દિવસોમાં દુર થઈ જશે ડાર્ક સર્કલની સમસ્યા
Home Remedies For Dark Circles: આંખ વ્યક્તિની ઓળખ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આંખ આકર્ષક હોય. પરંતુ ઘણા લોકોને આંખ નીચે એટલા બધા ડાર્ક સર્કલ હોય છે કે તેના કારણે તેમની સુંદરતાને ગ્રહણ લાગી જાય છે.
Home Remedies For Dark Circles: આંખ વ્યક્તિની ઓળખ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આંખ આકર્ષક હોય. પરંતુ ઘણા લોકોને આંખ નીચે એટલા બધા ડાર્ક સર્કલ હોય છે કે તેના કારણે તેમની સુંદરતાને ગ્રહણ લાગી જાય છે. ત્યારે આજે તમને ડાર્ક સર્કલને દૂર કરવા માટેનું એક અસરકારક આઈ માસ્ક બનાવવાની રીત જણાવીએ. આ માસ્ક બનાવવા માટે બીટરૂટની જરૂર પડશે. બીટ ની મદદથી તમે આંખ નીચેના ડાર્ક સર્કલને સરળતાથી દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે બીટ ની મદદથી કેવી રીતે ડાર્ક સર્કલને દૂર કરવા.
આ પણ વાંચો:
પીળા પડેલા દાંત પણ થઈ જશે મોતી જેવા સફેદ, જાણો દાંત પરથી પીળાશ દુર કરવાના દેશી નુસખા
Cleaning Tips: જીવલેણ સાબિત થઈ શકે છે બાથરૂમની ગંદી ટાઈલ્સ, આ રીતે મિનિટોમાં કરો સાફ
Hairfall Solution: વાળ ખરવાની સમસ્યા છે તો આ ઘરેલુ નુસખાઓ અજમાવો, ઝડપથી દેખાશે અસર
બીટરૂટ આઈ માસ્ક બનાવવાની રીત
આ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી બીટરૂટનો પાવડર લેવો. તેમાં થોડું બદામનું તેલ ઉમેરી બરાબર રીતે પેસ્ટ તૈયાર કરો. હવે આ માસ્ક આંખ નીચે લગાડવા માટે તૈયાર છે.
આ માસ્કને લગાડતા પહેલા ચહેરાને બરાબર રીતે સાફ કરી લેવો. ત્યાર પછી આ માસ્કને આંખની નીચે બરાબર રીતે લગાડો. ત્યાર પછી હળવા હાથે આંખની નીચે બે મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી પાંચ મિનિટ તેને આંખ નીચે રહેવા દો અને પછી સાધારણ પાણીથી ચહેરો સાફ કરી લો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસમાં ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)