Weight Loss: રોજ આ 4 રીતે કરો ચિયા સીડ્સનો ઉપયોગ, બરફની જેમ ઓગળશે પેટ અને કમરની ચરબી
Weight Loss Tips: ચિયા સીડ્સ ખાવાનું ચલણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચિયા સીડ્સ ખાવાની સલાહ આપે છે. કારણ કે ચિયા સીડ્સ લેવાથી વજન ઝડપથી ઘટે છે. પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે ચિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરવાથી વધારે ઝડપથી લાભ થાય છે. તો આજે તમને જણાવીએ ચિયા સીડ્સનો ઉપયોગ કરવાની 3 ટીપ્સ.
Weight Loss Tips: સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિયા સીડ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને વજન ઓછું કરવા માટે તે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચિયા સીડ્સ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, ફોસ્ફરસ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ નો ખજાનો છે. જો તેનો ઉપયોગ તમે ડેઇલી ડાયટમાં કરો છો તો વજન સરળતાથી ઘટી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ચિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરવાથી વજન ઝડપથી ઘટે છે.
ચામાં આ રીતે કરો ચિયા સીડ્સનો ઉપયોગ
આ પણ વાંચો:
Rice Side Effects: દરરોજ ભાત ખાવાથી વધે છે આ 5 બીમારીઓનો ખતરો, તમે પણ ન કરો આ ભૂલ
વજન ઘટાડવા માટે ખુબ અસરકારક છે આ ફૂડ્સ, બનાવવા માટે નહીં પડે ગેસની જરૂર
પાણીપુરીને પકોડી સિવાય બીજા કયા-કયા નામે ઓળખવામાં આવે છે? દરેક નામની અલગ કહાની
જો તમે ચા પીવાના શોખીન છો તો તમે ચિયા સીડ્સનો ઉપયોગ ચામાં પણ કરી શકો છો તેનાથી વજન ઝડપથી ઘટે છે. તેના માટે એક કપ પાણીને બરાબર ઉકાળી તેમાં ટી બેગ અથવા તો તમારી મનપસંદ ચા ઉમેરો. ચા ઉકળી જાય પછી તેને ગાળી અને ઠંડી થવા દો. ત્યાર પછી તેમાં એક ચમચી ચિયા સીડ્સ ઉમેરીને બે કલાક સુધી ફ્રિજમાં ઠંડી થવા દો. ત્યાર પછી આ ચામાં લીંબુ અને આદુ મિક્સ કરીને તેનું સેવન કરો. રોજ સવારે આ ચા પીવાથી વજન ઝડપથી ઘટે છે.
સ્મુધીમાં ચિયા સીડ્સ
સવારે નાસ્તામાં તમે ચિયા સીડ્સવાળી સ્મુધીનો ઉપયોગ કરી શકો છો તેનાથી પેટને ઠંડક પણ મળશે. તેના માટે તમને પસંદ હોય તેવા ફ્રુટ સમારી અને તેને દૂધ સાથે બ્લેન્ડરમાં મિક્સ કરો. હવે આ સ્મુધીમાં એક ચમચી ઉમેરી તેને ઠંડુ થવા રાખો. ઠંડુ થઈ જાય પછી તેને નાસ્તામાં ઉપયોગમાં લ્યો.
દલિયામાં ચિયા સીડ્સ
સવારે નાસ્તામાં જો તમે દલીયા ખાવાનું પસંદ કરો છો તો તેમાં પણ તમે ચિયા સીડ્સનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાસણમાં દલિયા, ચિયા સીડ્સ, તજ પાવડર અને દૂધ મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર હલાવો અને પછી ધીમા તાપે ગરમ કરો. તમે મીઠાશ માટે તેમાં ખાંડ પણ ઉમેરી શકો છો.
તમે સલાડમાં પણ ચિયા સીડ્સનો ઉપયોગ કરી શકો છો. સલાડ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં ચિયા સીડ્સ ઉમેરવાથી શરીરને ઝડપથી ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)