Hair Care Tips: દરેકને ઈચ્છા તો એવી હોય છે કે તેના માથા પર લાંબા, કાળા અને શાઈની વાળ હોય. પરંતુ જ્યારે હકીકતમાં નબળા બેજાન અને ખરતા વાળ જોવા મળે તો ટેન્શન વધી જાય છે. તમારા આ ટેન્શનને દૂર કરવાનો એક રસ્તો આજે તમને જણાવીએ. આ સમસ્યાનો કાયમી ઈલાજ છે મેથીના દાણા. મેથીના દાણાને ખાસ રીતે માથામાં લગાડશો તો તેનાથી ઘણી બધી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ ઉપાય એવો છે કે જેના માટે તમારે કલાકોનો સમય પણ નહીં જોઈએ અને વાળમાંથી ગંદી બદબૂ પણ નહીં આવે. આ ઉપાય એકદમ સરળ છે અને તેનાથી 100% રિઝલ્ટ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગમે તેટલા જૂના હોય દાઝ્યાના ડાઘને દુર કરશે આ ઉપાય, ખબર પણ નહીં પડે ક્યાં દાઝ્યા હતા


ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા


હોળીના રંગથી થાય સ્કીન એલર્જી તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા, 5 જ મિનિટમાં મળશે આરામ
 


જો તમારા વાળ નબળા થઈ ગયા હોય અને વધારે પ્રમાણમાં ખરવા લાગ્યા હોય તો મેથીના દાણાનો ઉપયોગ આજથી જ શરૂ કરો. મેથીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે વાળને મૂળથી મજબૂત કરે છે અને સાથે તેમાં કુદરતી ચમક પણ વધારે છે. 


જો તમારા વાળ ખરવા લાગ્યા હોય અને માથામાં ટાલ પડવા લાગી હોય ત્યારે પણ તમે મેથીના દાણા નો ઉપયોગ કરશો તો તુરંત જ અસર દેખાશે. તેના માટે બે ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ મેથીની પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી આ પેસ્ટને વાળના મૂડમાં લગાડો અને પછી હેર કેપ પહેરી લો. 30 મિનિટ પછી વાળને પાણીથી સાફ કરી લો. આ દિવસે શેમ્પુ ન કરવું અને બીજા દિવસે શેમ્પુ કરવું. તમે જોશો કે તમારા વાળ સ્મુધ અને શાઈની થઈ ગયા છે. નિયમિત રીતે આ પેક લગાડવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને હેર ગ્રોથ વધે છે. 


જો તમારા માથામાં ડેન્ડ્રફ હોય તો મેથીની પેસ્ટમાં લીંબુનો રસ ઉમેરી દેવો અને અઠવાડિયામાં બે વખત આ પેસ્ટ લગાડવી. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે.