Skin Care Tips: લીંબુ એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. તેનો સ્વાદ ખાટો હોય છે પરંતુ તે પોષકતત્વથી ભરપુર હોય છે. લીંબુમાં વિટામિન સીથી ભરપુર હોય છે અને તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ લાભકારી છે. તેનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર બનાવી શકાય છે. આજે તમને લીંબુના આવા જ એક ફાયદા વિશે જણાવીએ. લીંબુનો ઉપયોગ કરી તમે અંડરઆર્મ્સ માટે માસ્ક બનાવી શકો છો. આ માસ્ક લગાવવાથી અંડરઆર્મ્સની કાળી પડેલી ત્વચાનો રંગ સામાન્ય થઈ જાય છે. અંડરઆર્મ્સમાં પરસેવો વધારે થાય છે તેના કારણે પણ ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા વધવા લાગે છે. આ સમસ્યાને તમે લીંબુનો ઉપયોગ કરીને દુર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


લીંબુનું માસ્ક બનાવવા જરૂરી સામગ્રી 


લીંબુનો રસ - 1 ચમચી
ગ્લિસરીન - 1 ચમચી


કેવી રીતે માસ્ક બનાવવું


લેમન અંડરઆર્મ્સ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં લીંબુનો રસ કાઢો. ત્યારપછી તેમાં એક ચમચી ગ્લિસરીન ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે લેમન અંડરઆર્મ્સ માસ્ક. 


તૈયાર કરેલા લીંબુના અંડરઆર્મ્સ માસ્કને લગાડતાં પહેલા તમારા અંડરઆર્મ્સ સારી રીતે સાફ કરો. ત્યારબાદ માસ્ક લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી પાણીથી તેને સાફ કરો. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)