વરસાદની ઋતુમાં સ્કિન એલર્જીથી છુટકારો મેળવવા લીમડાનો આ રીતે કરો ઉપયોગ
વરસાદની ઋતુમાં ભેજને કારણે ચામડીના રોગો સરળતાથી ફેલાય છે અથવા થાય છે. તમે આવી ત્વચા પર લીમડાનો ઉપયોગ કરી શકો છો.
વરસાદની ઋતુમાં ચામડીના રોગો ખૂબ જ પરેશાન કરે છે. વરસાદની ઋતુમાં ભેજને કારણે ચામડીના રોગો સરળતાથી ફેલાય છે અથવા થાય છે. તમે આવી ત્વચા પર લીમડાનો ઉપયોગ કરી શકો છો. ચામડીના ચેપ માટે બેસ્ટ ઉપચાર એ લીમડાની પેસ્ટનો ઉપયોગ છે. જો તમે ચોમાસામાં ચામડીના રોગોથી બચવા માંગતા હોવ તો સ્વચ્છ સૂકા કપડા પહેરો અને તમારા હાથ-પગને વારંવાર ભીના ન થવા દો. કારણ કે જો તમે વધુ પાણીના સંપર્કમાં રહેશો તો દાદ અને ખંજવાળની સમસ્યા વધી શકે છે . લીમડાના પાન ચામડીના રોગમાં ખૂબ જ ફાયદાકારક છે.
લીમડાનો ઉપયોગ ચામડીના રોગોમાં આ રીતે કરવો
-લીમડામાં ઘણા બધા ઔષધીય ગુણો છે. આ ઝાડના મૂળથી લઈને પાન, ફૂલ, બીજ, છાલ તમામના ઉપયોગથી રોગોથી બચી શકાય છે. એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ધરાવતો લીમડો હંમેશા ચામડીના રોગોમાં વપરાય છે.
-લીમડાની છાલ અને લીમડાના બીજને 0-10 ગ્રામ લીમડાના પાન સાથે પીસીને તેની ઝીણી પેસ્ટ બનાવો. જ્યાં તમને ત્વચા સંબંધિત રોગ અથવા ખંજવાળ અથવા દાદ હોય ત્યાં તેને સારી રીતે લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. તમે આ પેસ્ટને પિમ્પલ્સ પર પણ લગાવી શકો છો. દાદ, ખંજવાળ અને ખરજવું અને ફોડલા પર લીમડાનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે.
-આ માટે તમારે જૂના લીમડાના ઝાડની સૂકી છાલ કાઢીને તેનો ઝીણો પાવડર બનાવી લેવો અને પછી 3 ગ્રામ પાવડરને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખવું. પછી સવારે તેમાં મધ મિક્સ કરો. આ પાણીનો ઉપયોગ કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે.
-એક્ઝિમાની સમસ્યામાં પણ લીમડાના પાનને રસમાં પલાળી તેની પટ્ટી લગાવવાથી ઘણો ફાયદો થાય છે. દાદ અને ઘા મટાડવા માટે લીમડાના 10-14 પાન લો અને પછી તેને સારી રીતે પીસીને તેની પેસ્ટ બનાવી લો, પછી તેને સારી રીતે લગાવો. 2-3 વારમાં તમને રાહત મળશે.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
અમદાવાદમાં જેણે 9 લોકોને કચડી નાંખ્યા તે શખ્સ કોણ છે? મોટા ઘરનો નબીરો હોવાનો ખુલાસો
ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું...
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube