Teeth Sensitivity: દાંતની સેન્સિટિવિટીના કારણે લોકો ઘણી વખત મનપસંદ વસ્તુઓ ખાઈ શકતા નથી. જ્યારે પણ કોઈ ઠંડી વસ્તુ ખાવામાં આવે ત્યારે દાંતમાં ઝણઝણાટી બોલી જાય છે. ત્યાર પછી થોડી મિનિટો સુધી કંઈ જ ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી. જો તમને પણ દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા હોય તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીએ. આ ઘરેલુ ઉપચાર કરીને તમે દાંતની સેન્સિટિવિટીથી મુક્તિ મેળવી શકો છો અને ઓરલ હેલ્થ પણ સુધરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાળિયેરના તેલથી કોગળા


આ પણ વાંચો:


શું તમે પણ વાયરસ શરદી-ઉધરસથી છો? તો આ 2 મસાલાની ચા બનાવી પીવાથી તુરંત મળશે રાહત


Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત


દરેક વ્યક્તિ માટે લાભકારી નથી હળદરવાળું દૂધ, આ 3 બીમારીમાં પીશો તો તબિયત લથડી જશે


જો તમને ઠંડુ કે ગરમ ખાવાથી દાંતમાં ઝણઝણાટી થતી હોય તો કોગળા કરવાના પાણીમાં નાળિયેરનું તેલ ઉમેરીને તેનાથી કોગળા કરવા જોઈએ. નાળિયેરના પાણીથી કોગળા કરવાથી દાંતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન મટે છે અને દાંત મજબૂત થાય છે.


ગ્રીન ટી


ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેનાથી સોજો અને દુખાવો દૂર થાય છે. સાથે જ તે દાંતને મજબૂત બનાવે છે. દાંત માટે તમારે ગ્રીન ટીનું સેવન નથી કરવાનું પરંતુ ગ્રીન ટીનું પાણી બનાવી તેનાથી કોગળા કરવાના છે. 


મધ અને પાણી


મધ પણ ધાતુમાં થતી ઝણઝણાટીને મટાડી શકે છે. મધના ઉપયોગથી દાંતની સંવેદનશીલતા ઓછી થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં મધ ઉમેરીને તેનાથી દિવસમાં બે વખત કોગળા કરવાનું રાખો.


હળદર


જો તમને દાંતમાં દુખાવો વધારે રહેતો હોય તો હળદર વડે દાંત ઉપર માલીશ કરવાનું રાખો. તમે સરસવના તેલમાં હળદર અને મીઠું ઉમેરી દાંતમાં આ પેસ્ટ વડે માલિશ કરી શકો છો તેનાથી પેઢા મજબૂત થશે અને દાંતની સેન્સિટિવિટી પણ ઓછી થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)