Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત

Migraine Pain: માઈગ્રેનનો દુખાવો તીવ્ર અવાજ અથવા તો પ્રકાશના કારણે પણ ટ્રિગર થાય છે. સતત ઘોંઘાટમાં રહેવાથી પણ માઈગ્રેનનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત તીવ્ર સુગંધના કારણે પણ માઈગ્રેન ટ્રિગર થાય છે. આ સિવાય અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસના કારણે પણ માઈગ્રેન વધી શકે છે. 

Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત

Migraine Pain: માઈગ્રેનમાં વ્યક્તિને માથામાં તીવ્ર દુખાવો થાય છે. મોટાભાગે આ દુખાવો માથાની એક તરફ અથવા તો આંખ કે કાનની આસપાસ થતો હોય છે. માઈગ્રેનનો દુખાવો તીવ્ર અવાજ અથવા તો પ્રકાશના કારણે પણ ટ્રિગર થાય છે. સતત ઘોંઘાટમાં રહેવાથી પણ માઈગ્રેનનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત તીવ્ર સુગંધના કારણે પણ માઈગ્રેન ટ્રિગર થાય છે. આ સિવાય અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસના કારણે પણ માઈગ્રેન વધી શકે છે. 

માઈગ્રેનના દુખાવામાં મોટાભાગે લોકો દવા લેવાનો આગ્રહ રાખે છે જેથી ઝડપથી રાહત મળે. પરંતુ વારંવાર થતા દુખાવામાં પેનકિલર લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં માઈગ્રેનના દર્દીએ કેટલાક ઘરેલુ ઉપાય કરીને આ બીમારીથી રાહત મેળવવી જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે માઈગ્રેન ની સમસ્યાથી મુક્તિ કેવી રીતે મેળવવી.

માઈગ્રેન માટેના ઘરેલુ ઈલાજ

આ પણ વાંચો:

ગોળ અને દૂધ

માઈગ્રેનની તકલીફમાં ગોળ અને દૂધ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટ નાનકડો ગોળનો ટુકડો મોઢામાં રાખી અને તેની ઉપર ઠંડુ દૂધ પી લેવું. નિયમિત રીતે આમ કરવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળશે.

આદુ

આદુ પણ માઈગ્રેનના દુખાવાથી રાહત આપી શકે છે. જ્યારે પણ માથાનો દુખાવો થાય ત્યારે આદુનો એક નાનકડો ટુકડો દાંત વચ્ચે દબાવી ધીરે ધીરે તેનો રસ ગળે ઉતારતા રહો. થોડી મિનિટોમાં માઈગ્રેનનો દુખાવો દૂર થઈ જશે.

આ પણ વાંચો:

તજ

તજ પણ માઈગ્રેનથી રાહત અપાવી શકે છે. તેના માટે તજને વાટીને તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટ માથામાં અડધી કલાક સુધી લગાવી રાખો. આમ કરવાથી માઈગ્રેન ના દુખાવાથી રાહત મળશે.

લવિંગ

લવિંગ પણ માઈગ્રેનના દુખાવામાં ફાયદાકારક સાબિત થાય છે. માઈગ્રેન નો દુખાવો મટાડવા માટે લવિંગનો પાવડર કરી તેમાં મીઠું ઉમેરી દૂધ સાથે પી લેવું આમ કરવાથી માઈગ્રેન નો દુખાવો મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news