Ginger In Fridge: આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. દરેક પ્રકારના શાક અને દાળમાં સ્વાદ વધારવા માટે આદુ ઉમેરવામાં આવે છે. રસોઈ ઉપરાંત ચામાં પણ આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આજ કારણ છે કે દરેક ઘરમાં ગૃહિણી આદુ એકસાથે વધારે લાવે છે અને ઈચ્છે છે કે દિવસો સુધી તે ફ્રેશ રહે જેથી તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ ઘણી વખત એવું થાય છે કે આદુ થોડા દિવસ ફ્રેશ રહે છે અને પછી સુકાવા લાગે છે અથવા તો તેમાંથી રસ નીકળતો નથી. આ સમસ્યા દૂર કરવા માટે તમને આદુ સ્ટોર કરવાની કેટલીક યુઝફૂલ ટિપ્સ જણાવીએ. આ રીતે તમે આદુને સ્ટોર કરશો તો દિવસો સુધી તે ફ્રેશ રહેશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારી ઈચ્છા છે કે એક કે બે અઠવાડિયા સુધી આદુનો ઉપયોગ કરવો છે તો આદુને ફ્રીજમાં રાખવાને બદલે રૂમ ટેમ્પરેચરમાં જ રાખો. આ ઉપરાંત તડકો આવતો હોય તેવી જગ્યાથી તેને દૂર રાખો અને ઠંડી તેમજ સુકી જગ્યા પર સ્ટોર કરો. ભેજવાળી જગ્યામાં આદુ રાખવાથી તેમાં ફૂગ જલ્દી લાગે છે. 


આ પણ વાંચો: 


ચા અને બિસ્કીટનું કોમ્બિનેશન છે સૌથી ખરાબ, વધારે છે આ 4 ગંભીર બીમારીઓનું જોખમ


શું તમે પણ ટુથબ્રશને પાણીથી પલાળી લગાવો છો ટુથપેસ્ટ ? તો જાણો આ જરૂરી માહિતી


ગરમીમાં પણ રહેવું હોય તરોતાજા તો નહાવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, ફુલની જેમ મહેકશો


1. જો તમે બજારમાંથી એક સાથે વધારે માત્રામાં આદુ લાવો છો અને તેને દિવસો સુધી સાચવવા ઇચ્છો છો ત્યારે તમે તેને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. પરંતુ ફ્રીજમાં પણ આદુ સુકાવા લાગે છે. આવું ન થાય તે માટે આદુને હંમેશા પ્લાસ્ટિક બેગ કે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જોઈએ. 


2. આદુને ફ્રીજમાં સ્ટોર કરવું હોય તો ખાસ ધ્યાન રાખવું કે કન્ટેનર અથવા ઝીપ લોક બેગમાં એક કિચન પેપર રાખી અને પછી જ આદુ રાખવું. આ રીતે તમે આદુ રાખશો તો દિવસો સુધી તે ફ્રેશ રહેશે. 


3. આ સિવાય આદુને લાંબા સમય સુધી ફ્રેશ રાખવું હોય તો આદુના નાના નાના ટુકડા કરી લેવા અથવા તો તેની પેસ્ટ બનાવીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી રાખો. જો તમે આદુની પેસ્ટ બનાવો છો તો તેમાં પાણીને બદલે થોડું તેલ અને મીઠું ઉમેરી દેવું તેનાથી આદુ સુકાશે નહીં અને ખરાબ પણ નહીં થાય.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)