ગરમીમાં પણ રહેવું હોય તરોતાજા તો નહાવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, ફુલની જેમ મહેકશો નહાયા પછી
Summer Skin Care: જો તમારે કલાકો સુધી શરીરમાં ફ્રેશનેસ જાળવી રાખવી હોય તો તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ. ઉનાળા દરમિયાન નહાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દેવાથી શરીર તરોતાજા રહે છે
Trending Photos
Summer Skin Care: ઉનાળા દરમિયાન શરીરમાં તાજગી જાળવી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ઉનાળા દરમિયાન વધારે પ્રમાણમાં પરસેવો થાય છે. સાથે જ બહાર નીકળતા ધૂળ અને માટી પણ શરીરમાં ચોંટી જાય છે. જેના કારણે શરીરમાં જમ્સ વધે તેનું જોખમ પણ વધે છે. ઉનાળા દરમિયાન થોડા કલાકોમાં જ શરીરમાં સુસ્તી જણાવવા લાગે છે. તેવામાં જો તમારે કલાકો સુધી શરીરમાં ફ્રેશનેસ જાળવી રાખવી હોય તો તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ. ઉનાળા દરમિયાન નહાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દેવાથી શરીર તરોતાજા રહે છે. આ વસ્તુઓ પાણીમાં ઉમેરવાથી ત્વચામાં ખંજવાળ, અડાઈ, પરસેવાની દુર્ગંધ જેવી તકલીફો દૂર થાય છે. આ પાણીથી નહાવાનું રાખશો તો શરીર ચીપચીપું પણ નહીં લાગે.
આ પણ વાંચો:
કડવો લીમડો
ઉનાળા દરમિયાન નહાવાના પાણીમાં કડવો લીમડો ઉમેરી દેવાથી ફ્રેશ ફિલ કરી શકાય છે. લીમડામાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ત્વચાનું રક્ષણ કરે છે. ઉનાળામાં લીમડાના પાણીથી નહાવાથી સૌથી વધુ ફાયદા થાય છે.
હળદર
ઉનાળાના દિવસોમાં પાણીમાં હળદર ઉમેરીને નહાવાથી પણ ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. હળદરમાં એવા ઘણા ગુણ હોય છે જે સ્કીન ટેનીંગને દૂર કરે છે.
સોડા પાવડર
ઉનાળામાં શરીરમાં ઘણી વખત ઇન્ફેક્શન થઈ જાય છે. સ્કીન પર ઇન્ફેક્શન થયું હોય તો નહાવાના પાણીમાં સોડા પાવડર ઉમેરી દેવો જોઈએ તેનાથી ઇન્ફેક્શન દૂર થાય છે.
ગુલાબના પાન
નહાવાના પાણીમાં ગુલાબના પાન પલાળીને તેનો ઉપયોગ કરવાથી પણ ગરમીના દિવસોમાં શરીર ફ્રેશ રહે છે. સવારે અને સાંજે ગુલાબના પાણીથી સ્નાન કરવાથી શરીર ફૂલોની જેમ મહેકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે