valentine's day: ફેબ્રુઆરી મહિનાને જો પ્રેમનો મહિનો કહીએ તો કશું ખોટું નહીં હોય. કડકડતી ઠંડી બાદ ખિલતો તડકો જોઈને મન પણ ખીલી જાય છે. વસંત આવતાની સાથે છોડવા પર આવેલા ફૂલો જોઈને મિજાજ પણ મલકાઈ જાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે પણ આવે છે જેનો યુવાઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવાઓ અધિકૃત રીતે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે. જો કે વેલેન્ટાઈન ડે પહેલાનું અઠવાડિયું વેલેન્ટાઈન વીક તરીકે ઉજવાય છે. આ વેલેન્ટાઈન વીક એ 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 ફેબ્રુઆરી રોઝ ડે (Rose Day)
વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે પોતાના ક્રશને ગુલાબનું ફૂલ આપવાનું ચલન છે. ગુલાબના કલર પ્રમાણે તે પ્રેમ, મિત્રતા, શાંતિ એ રીતે અપાતા હોય છે. 


8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે (Propose Day)
પ્રપોઝ ડેવાળા દિવસે પ્રેમી યુગલ પોતાની ભાવનાઓનો ઈઝહાર કરે છે. પોતાના પ્રેમી કે પ્રેમિકાને જણાવે છે કે તેઓ તેમના માટે શું મહેસૂસ કરે છે. આ દિવસે પ્રેમ પ્રસ્તાવની સાથે સાથે લગ્નનો  પ્રસ્તાવ પણ કેટલાક મૂકતા હોય છે. 


આ ઘરગથ્થુ ઉપાય તુરંત દુર કરે છે ચહેરાના ડાઘ, Kiara Advani ની જેમ ચમકી જશે ચહેરો


અટેચ્ડ બાથરૂમનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે કંગાળ, રાખો આટલું ધ્યાન


સવારે ઉઠીને ક્યારેય આવું ન કરતા બાકી આખો દિવસ જશે ખરાબ


9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે (Chocolate Day)
આ દિવસે તમે તમારા ક્રશને વિવિધ ચોકલેટ આપીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી શકો છો. આ દિવસે કપલ્સ એકબીજાને તેમની મનપસંદ ચોકલેટ આપે છે. 


10 ફેબ્રુઆરી- ટેડી ડે (Teddy Day)
વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી ડેના નામથી ઓળખાય છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકાને ક્યૂટ અને એકદમ પ્યારું ટેડી બિયર ગિફ્ટ કરવામાં આવે છે. 


11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે (Promise Day)
વેલેન્ટાઈ વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને વચન આપે છે કે જીવનભર તેમની સાથે રહેશે. સાથે જીવવા અને મરવાની કસમો ખાય છે. 


8 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, કચ્છથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બધુ ફરો


ચીઝ, ખાંડ, નાન...તમે નોન-વેજ ફૂડ આઈટમને વેજ સમજીને ખાઓ છો? જાણો આ વેજ છે કે નોન-વેજ?


12 ફેબ્રુઆરી - હગ ડે (Hug Day)
વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ હગ ડે હોય છે. આ દિવસે કપલ્સ એકબીજાને ગળે લગાવે છે અને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે. આમ તો ભેટવા માટે કોઈ દિવસ હોય તે જરૂરી નથી. પરંતુ દિવસનું નામ હગ ડે છે તો પછી વ્હાલ કરવું એ તો સ્વાભાવિક છે. 


13 ફેબ્રુઆરી - કિસ ડે (Kiss Day)
વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને કિસ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. 


14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડે (Valentine Day)
વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાયછ ે. આ દિવસે કપલ્સ ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. પ્રેમીઓ માટે આ દિવસ ખુબ જ મહત્વ ધરાવે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube