Vastu Tips: અટેચ્ડ બાથરૂમનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે કંગાળ, રાખો આટલું ધ્યાન...

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા માટે નિયમો આપવામાં આવ્યા છે. જેને માનવામાં આવે તો સમૃદ્ધિ બની રહે છે. આજે દરેક ઘરમાં અટેચ્ડ બાથરૂમ હોય છે, પરંતુ આ રીતના બાથરૂમ બનાવવામાં એક ભૂલ તમને કંગાળ કરી શકે છે. બાથરૂમ બનાવતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.  
 

Vastu Tips: અટેચ્ડ બાથરૂમનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે કંગાળ, રાખો આટલું ધ્યાન...

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા માટે નિયમો આપવામાં આવ્યા છે. જેને માનવામાં આવે તો સમૃદ્ધિ બની રહે છે. આજે દરેક ઘરમાં અટેચ્ડ બાથરૂમ હોય છે, પરંતુ આ રીતના બાથરૂમ બનાવવામાં એક ભૂલ તમને કંગાળ કરી શકે છે. ઘરમાં અટેચ્ડ બાથરૂમ સુવિધામાં વધારો કરે છે. પરંતુ આ બાથરૂમ બનાવતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

બાથરૂમની દિશા તરફ પગ ન રાખવા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો અટેચ્ડ બાથરૂમનો ઉપયોગ કરી રહ્યા છો તો યાદ રાખો કે સુતા સમયે તમારા બંને પગ બાથરૂમ તરફ નહોય. આવું થવાથી ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી થાય છે અને ખોટો ખર્ચ થાય છે. સુવા માટે સૌથી સારી દિશા દક્ષિણ તરફ માથું અને ઉત્તરની તરફ પગ હોવા જોઈએ. જો તમારા રૂમમાં જ બાથરૂમ છે તો તેનો દરવાજો હંમેશા બંધ જ રાખો.

આ પણ વાંચો :

બાથરૂમને રાખો સાફ
જો ઘરમાં અટેચ્ડ બાથરૂમ છે, તો તેને હંમેશા સાફ જ રાખો. જો આવું ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. જે ઘરની સુખ શાંતિને નષ્ટ કરે છે.માનસિક વિકાસ પર અસર કરે છે અને ઘરમાં લડાઈ થઈ શકે છે.

બાથરૂમના રંગનું રાખો ધ્યાન
વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો અટેચ્ડ બાથરૂમનો ઉપયોગ કરી રહ્યા છો તો તેના રંગ પર વિશેષ ધ્યાન આપો. અટેચ્ડ બાથરૂમના દીવાલો હળવા રંગની હોવી જોઈએ અને દરવાજો તેમજ તેની ટાઈલ્સનો રંગ પણ હળવા રંગનો હોવો જોઈએ. જેનાથી વાસ્તુ દોષથી છુટકારો મળે છે.

બાથરૂમમાં લીડ રહે બંધ
જો તમારા બાથરૂમમાં ટોયલેટ સીટ પણ છે તો તેનું કવર હંમેશા બંધ રાખો. નહીં તો બાથરૂમની નકારાત્મકતા આખા ઘરમાં ફેલાઈ જશે. તમે કંગાળ થતા જશો અને તેમને ખબર પણ નહીં પડે.

આ પણ વાંચો :

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news