ઝી મીડિયા/બ્યૂરો :હાલ દેશભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. આવામાં દરેક વ્યક્તિએ સ્વચ્છ રહેવુ જરૂરી છે. સતત હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ હેલ્ધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે. શરીર નિરોગી રાખવુ જરૂરી બન્યું છે. બીજી લહેર બાદ દેશભરમાં ધીરે ધીરે ખૂલી રહ્યું છે, ત્યારે ખાણીપીણીની દુકાનો પણ ખૂલી ગઈ છે. રોડ સાઈડ લારીઓ ફરીથી ઉભી થઈ ગઈ છે. આવામાં જો તમને રોડસાઈડ લાગતી લારીઓ પર ખાવાનો ચટાકો હોય તો સચાવજો. શુ તમને ખબર છે કે આ લારીઓ પર ચોખ્ખો ખોરાક બનાવવામાં આવે છે. આ ખોરાક અત્યંત હાનિકારક હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહારનો ખોરાક હાઈજેનિક હોય છે કે નહિ તે સંદર્ભે એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને તમે ક્યારેય રોડ સાઈડ ઉભી રહેતી લારીઓ પર ખાવાનું પસંદ નહિ કરો. 


આ પણ વાંચો : ભાજપમાં નેતૃત્વ પરિવર્તન પર ઉઠેલી ચર્ચાઓ પર સીઆર પાટીલે મૂક્યું પૂર્ણવિરામ, કહી મોટી વાત  


આ વીડિયો (food video) જોઈને તમે પણ દંગ રહી જશો. આ પ્રકારના લારીધારકો લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરે છે. 


જ્યારે આપણે કોઈ જગ્યા પર જમવા જઈએ છીએ તો તે સ્થળ કેવુ છે તે બરાબર ચકાસી લેવુ જોઈએ. તેની આસપાસનુ વાતાવરણ સ્વચ્છ છે કે નહિ તે પણ ચકાસવુ. પરંતુ આ વીડિયો જોયા બાદ તમે રસ્તા પર ઉભી રહેતી લારીઓ તરફ નજર કરવાનું પણ પસંદ નહિ કરો. વીડિયો જોઈને તમને આઘાત લાગશે. કારણ કે, જે રીતે આ વીડિયોમાં બતાવેલી લારી પર ડિશ સફાઈ કરવામાં આવે છે તે જોતા તમે આશ્ચર્ય પામશો. 


આ પણ વાંચો : ખેડૂતોની સ્થિતિ પર નીતિન પટેલનું મોટું નિવેદન, ડેમ ખાલી હોવાથી હાલ સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ



આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર પડેલા ખાડાના પાણીમાં ડિશ ધોઈ રહ્યો છે. આ જ ડિશમાં તે લોકોને ખાવાનું પિરસે છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની ટીકા કરી રહ્યાં છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર  'jattwadi.style' નામના એકાઉન્ટ પરથી શેર કરાયો છે. આ વીડિયોને ઢગલાબંધ લાઈક્સ મળી છે. આ વીડિયો અનેકવાર શેર કરાયો છે. એટલુ જ નહિ, વ્યૂઅર્સ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રીયા પણ આપી રહ્યાં છે. એક યુઝરે એમ પણ કહ્યું કે, આ ફૂડમાં વધારાનો મસાલો છે. તો અન્ય એક યુઝરે એવુ લખ્યું કે, કોરોના વાયરસ નાંખીને આ ડિશ પરોસવામાં આવી રહી છે.