કેમિકલ વિના વાળ કાળા કરવા છે ? તો આ 5 વસ્તુઓ છે બેસ્ટ, એક પણ સફેદ વાળ માથામાં નહીં દેખાય
White Hair Care: નાની ઉંમરમાં સફેદ થતાં વાળથી છુટકારો મેળવવા માટે કલર એક માત્ર વિકલ્પ નથી. કલર કરાવવાને બદલે તમે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ વસ્તુઓ કોઈપણ પ્રકારની આડઅસર વિના વાળને સફેદમાંથી કાળા કરે છે. તો ચાલો તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જે વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે.
White Hair Care: આજના સમયમાં લાઈફ સ્ટાઈલના કારણે સફેદ વાળની સમસ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. 25-30 વર્ષના લોકોના માથામાં પણ સફેદી દેખાવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે એટલે ન છૂટકે લોકોએ કલર કરાવવો પડે છે. પરંતુ નાની ઉંમરમાં સફેદ થતાં વાળથી છુટકારો મેળવવા માટે કલર એક માત્ર વિકલ્પ નથી. કલર કરાવવાને બદલે તમે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ વસ્તુઓ કોઈપણ પ્રકારની આડઅસર વિના વાળને સફેદમાંથી કાળા કરે છે. તો ચાલો તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જે વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે.
નાળિયેરનું તેલ અને લીંબુનો રસ
વાળને કાળા કરવા માટે તમે નાળિયેર તેલ અને લીંબુના રસની મદદ લઈ શકો છો. તેના માટે બે ચમચી નાળિયેરના તેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને આ મિક્સરને વાળના મૂળમાં લગાડી માલિશ કરો. અડધી કલાક પછી નોર્મલ પાણીથી હેર વોશ કરો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે થોડા જ દિવસમાં વાળ કાળા થવા લાગશે..
આ પણ વાંચો:
Coffee: ત્વચા અને વાળ માટે વરદાન છે કોફી પાવડર, જાણો કોફીનો ઉપયોગ કરવાની સાચી રીત
ટ્રાય કરો આ 4 માંથી કોઈપણ એક નુસખો, ખરતા વાળની સમસ્યા ટ્રીટમેન્ટ વિના થશે દુર
Hair Care: ચોમાસામાં વધી જતી ખરતા વાળની સમસ્યા દુર કરશે આ ઘરેલુ ઉપાય
કોફી પાવડર
કોફી પણ તમારા વાળને કલર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે અડધો કપ કોફી પાવડરમાં થોડું પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને વાળમાં લગાડી એક કલાક માટે રાખો. ત્યાર પછી વાળને સાદા પાણીથી સાફ કરો.
બટેટાની છાલ
વાળને કાળા કરવા માટે બટેટાની છાલનો ઉપયોગ પણ કરી શકાય છે તેના માટે એક વાસણમાં બટેટાની છાલ લઈ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી બરાબર ઉકાળો. બટેટાની છાલ માંથી સ્ટાર્ચ નીકળી જાય એટલે એક વાસણમાં તેને કાઢો. હવે વાળને નોર્મલ પાણીથી વોશ કર્યા પછી છેલ્લે બટેટાના પાણીથી તેને ધોઈ લો.
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં મદદ કરે છે. તેના માટે બે ચમચી ડુંગળીનો રસ લઇ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્કેલ્પમાં લગાડી અડધો કલાક રાખો. ત્યાર પછી હેર વોશ કરી લો. અઠવાડિયામાં બે વખત ડુંગળીનો રસમાં લગાડશો એટલે વાળ કાળા થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)