Hair Care: ચોમાસામાં વધી જતી ખરતા વાળની સમસ્યા દુર કરશે આ ઘરેલુ ઉપાય

Hair Loss In Monsoon: વાળને ખરતા અટકાવવા માટે તમે વાળ માટે ઈંડા, બદામનું તેલ અને લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ 3 વસ્તુઓ તમારા વાળના મૂળને મજબૂત બનાવવાનું કામ કરે છે. ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં વાળને થતી સમસ્યાઓ આ વસ્તુઓ દુર કરે છે. ચાલો તમને જણાવીએ કે આ 3 વસ્તુઓનો ઉપયોગ વાળ પર કેવી રીતે કરવો.

Hair Care: ચોમાસામાં વધી જતી ખરતા વાળની સમસ્યા દુર કરશે આ ઘરેલુ ઉપાય

Hair Loss In Monsoon: ચોમાસાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે. જેના કારણે યુવતીઓનું ટેન્શન વધી જાય છે.  ભેજવાળા વાતાવરણમાં ખરતા વાળને અટકાવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનાથી વધારે ફાયદો થતો નથી. વળી ઘણીવાર તેની આડઅસરના કારણે વાળ વધારે ખરવા લાગે છે. તેવામાં તમે ખરતાં વાળને અટકાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 

વાળને ખરતા અટકાવવા માટે તમે વાળ માટે ઈંડા, બદામનું તેલ અને લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ 3 વસ્તુઓ તમારા વાળના મૂળને મજબૂત બનાવવાનું કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે આ 3 વસ્તુઓનો ઉપયોગ વાળ પર કેવી રીતે કરવો.

આ પણ વાંચો:

ખરતા વાળ માટે ઈંડા

એક બાઉલમાં ઈંડુ લેવું અને તેમાં બે ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી તેનાથી વાળમાં મસાજ કરો. તેને વાળમાં 30 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો. તમે અઠવાડિયામાં 1 કે 2 વખત આ હેરપેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જશે.

બદામનું તેલ

એક બાઉલમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર લેવું અને તેમાં 2 ચમચી બદામનું તેલ ઉમેરો. વિનેગર અને તેલને બરાબર મિક્સ કરો અને વાળના મૂળમાં સારી રીતે લગાવી 10 મિનિટ મસાજ કરો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરો. વાળ વધારે ખરતા હોય તો અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવો.

આ પણ વાંચો:

લીમડાના પાન

સૌથી પહેલા એક પેનમાં જરૂર અનુસાર નાળિયેરનું તેલ લેવું અને તેમાં લીમડાના પાન ઉમેરો. પાંદડા કાળા થાય ત્યાં સુધી તેલ ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેલમાંથી લીમડાના પાંદડા અલગ કરી આ તેલથી માથામાં માલિશ કરો. આ તેલને એક કલાક સુધી રાખો અને પછી શેમ્પૂ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news