Get Rid Of Ants: ગરમીની શરૂઆત થાય એટલે ઘરમાં કીડીનો પ્રકોપ વધી જાય છે. ખાસ કરીને રસોડામાં કીડી વધારે પ્રમાણમાં જોવા મળે છે. રસોડામાં કોઈ પણ વસ્તુ મૂકી હોય તો તેમાં પણ કીડી ચડી જાય છે. આવી સ્થિતિમાં લોટ ખાંડ જેવી વસ્તુઓ સાચવવી મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત તો જમવા માટે બનાવેલા ભાત, રોટલી વગેરેમાં પણ કીડી ચડી જાય છે. તેમાં પણ જો ભૂલથી કીડી વાળું ભોજન ખવાઈ જાય તો તબિયત પણ બગડી શકે છે. તમારા ઘરમાં પણ જો કીડીઓ વધારે પ્રમાણમાં નીકળતી હોય તો આજે તમને કેટલાક સરળ ઘરેલુ નુસખા જણાવીએ જેને અજમાવીને તમે કીડીઓથી મુક્તિ મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દુર્ગંધ મારતા પરસેવાથી મુક્તિ મેળવવા ફોલો કરો આ ટીપ્સ, પરફ્યૂમની નહીં પડે જરૂર


ડ્રાય થયેલા વાળમાં ચમક લાવે છે ચાનું પાણી, આ રીતે તૈયાર કરી વાળમાં કરો ઉપયોગ


ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર


લીંબુ


કીડીને ઘરમાંથી દૂર કરવા માટે તમે લીંબુની છાલ નો ઉપયોગ કરી શકો છો. જો કીડી વધારે પ્રમાણમાં નીકળતી હોય તો પોતુ કરવાના પાણીમાં લીંબુનો રસ ઉમેરી દેવો. આ સિવાય જ્યાં કીડી વધારે પ્રમાણમાં થતી હોય ત્યાં લીંબુની છાલ રાખી દેવાથી કીડી નીકળતી બંધ થઈ જશે.


મીઠું


કીડી મીઠાથી પણ દૂર ભાગે છે. જ્યાં કીડી વધારે પ્રમાણમાં નીકળતી હોય તે જગ્યાએ મીઠું છાંટી દેવાથી કીડી નીકળતી બંધ થઈ જશે. આ સિવાય તમે પાણીમાં મીઠું મિક્સ કરી તેને એક સ્પ્રે બોટલમાં ભરીને ઘરના બારી દરવાજા પર છાંટી દેશો તો પણ કીડી આવતી બંધ થઈ જશે.


મરી


મરીનો પાવડર અથવા તો મરીના દાણા પણ ખીણી નીકળતી હોય તેવી જગ્યાએ રાખી દેવાથી કીડી આવતી બંધ થાય છે. તમે મરી પાવડરને પાણીની બોટલમાં ભરીને છાંટી પણ શકો છો.


વિનેગર


જો ઘરમાં વિનેગર હોય તો પાણી અને વિનેગરને સમાન માત્રામાં લઈને મિશ્રણ તૈયાર કરી લેવું. તેમાં થોડું તેલ ઉમેરી એવી જગ્યા પર છાંટી દો જ્યાંથી કીડી નીકળતી હોય. થોડીવારમાં કીડી ગાયબ થઈ જશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)