Cloths stain: કપડા ધોવા રોજનું કામ છે. પરંતુ ક્યારેક આ કામમાં વધારે મહેનત કરવી પડે છે. આવું ત્યારે થાય છે જ્યારે કપડા પર ડાઘ પડી ગયા હોય. કપડાના ડાઘ દુર કરવા માટે ઘરમાં અલગ અલગ મોંઘા ડિટર્જંટ પાવડર કે લિક્વીડ પણ રાખવામાં આવે છે. પરંતુ તમે આ ખર્ચ કર્યા વિના પણ કપડાના ડાઘ દુર કરી શકો છો. કેટલાક ઘરેલુ ઉપાયો છે જેને કરીને કપડા પરના જીદ્દીમાં જીદ્દી ડાઘ તમે કોઈપણ પ્રકારના ખર્ચ વિના દુર કરી શકો છો. ચાલો તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. જે રોજની લાઈફમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જોરદાર છે આ સ્પ્રેની ટ્રીક... પ્રેસ કરવાની ઝંઝટ વિના કપડા પરની કરચલીઓ કરે છે દુર


બેકિંગ સોડા


બેકિંગ સોડા બહુઉપયોગી વસ્તુ છે. જેનો ઉપયોગ ભોજન બનાવવામાં સૌથી વધુ થાય છે. પરંતુ તેની મદદથી તમે કપડા પરના ડાઘ પણ દુર કરી શકો છો. તેનાથી કપડાની ગંદગી પણ દુર થઈ જશે. તેના માટે કપડાને ધોતા પહેલા ડાઘને ભીના કરી અને તેના પર બેકિંગ સોડા છાંટીને થોડીવાર રાખી દો. પછી સામાન્ય રીતે કપડા ધોઈ લો.


આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


લીંબુનો રસ


લીંબુનો રસ એક પ્રાકૃતિક બ્લીચ છે. જે કપડાના ડાઘ દુર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને પરસેવાના ડાઘ અને ખાવા-પીવાની વસ્તુઓના ડાઘ લીંબુથી ઝડપથી નીકળી જાય છે. કપડાને ધોતા પહેલા ડાઘ પર લીંબુનો રસ લગાડી દેવો. અને કપડાને 30 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ સામાન્ય રીતે કપડાને ધોઈ લેવાથી ડાઘ નીકળી જાય છે. 


આ પણ વાંચો: Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી


વિનેગર


વિનેગરની મદદથી પણ કપડાના ડાઘ નીકળી જાય છે. તેનો ઉપયોગ કરીને કપડાને ધોવાથી કપડામાંથી આવતી વાસ પણ દુર થઈ જશે. તેનાથી કપડા સોફ્ટ પણ બને છે. કપડા ધોવાના પાણીમાં વિનેગર મિક્સ કરી દેવું. તેનાથી કપડાનો મેલ તુરંત નીકળી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)