નવી દિલ્હીઃ Foods Cooked Without Gas For Weight Loss: તમને અત્યાર સુધી તે વાતની જાણકારી હશે કે વધતા વજનને ઘટાડવા માટે એક્સરસાઇઝ કરવી પડે છે, ડાઇટમાંથી તળેલા અને ફેટી ફૂડ્સને દૂર કરવાના હોય છે, જિમ જવુ પડે છે, વેટ લોસ ડ્રિંક પીવુ પડે છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે તમે ઘર પર રહીને આ બધાને ફોલો કર્યા વગર તમારૂ વજન ઘટાડી શકો છો. તો તમે શું કહેશો? જી, હાં તમારે વજન ઘટાડવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ ઘરે રહી માત્ર કેટલાક ફૂડ્સનું સેવન કરવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફૂડ્સની ખાસ વાત છે કે તેને બનાવવા માટે તમારે કોઈ ગેસની જરૂર પડશે નહીં. હકીકતમાં આ ફૂડ્સ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. સાથે આ ફૂડ્સ બોડીમાં ફંક્શન્સને સારૂ બનાવે છે. આ ફૂડ્સ હાર્મોનલ હેલ્થને પણ સારી બનાવે છે. સાથે પાચન ગતિવિધિઓ સારી થાય છે. આવો આ ફૂડ્સ વિશે જાણીએ..


1. સ્પ્રાઉટ્સના સલાદ
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો સવારના નાસ્તામાં સ્પ્રાઉટ્સના સલાડને સામેલ કરી શકો છો. સ્પ્રાઉટ્સનું સલાડ બનાવવામાં વધુ સમય લાગતો નથી. સાથે તમારે તેને ગેસ પર પકાવવાની જરૂર નથી. તે ફાયદાકારક હોવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તે માટે તમારે બસ ફણગાવેલા મગ, મેથી, ચણા અને મગફળી લેવાની છે. હવે તેમાં ટામેટા, ડુંગળી, મરી, લીલા મરચા કાપીને નાખવાના છે. 


આ પણ વાંચોઃ પેટની ગંદકીને બહાર નિકાળી દેશે આ 3 જડી બુટ્ટીઓ, 100 બિમારીઓનો ખતરો થશે ઓછો


2. છાસ
છાસ પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. તમે ભોજન કર્યા બાદ છાસનું સેવન કરી શકો છો. તે પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે ઈચ્છો તો છાસમાં મીઠું ઉમેરી પી શકો છો. તેનાથી તમારૂ મેટાબોલિઝ્મ ઝડપી બને છે. સાથે શરીરમાં તેજીથી ફેટનું પાચન થાય છે. એટલું જ નહીં છાસ તમારી બોવેલ મૂવમેન્ટને પણ ફાસ્ટ કરે છે. 


3. પપૈયા ચિયા સીડ્સ શેક
સવારના નાસ્તામાં તમે પપૈયા ચિયા સીડ્સ શેક બનાવી પી શકો છો. તેનાથી તમારા પેટની મેટાબોલિઝ્મ ગતિવિધિઓ ઝડપી થાય છે. આ શેક પીવાથી તમારૂ પાચન ક્રિયા પણ સારી બને છે. પપૈયું પાચનતંત્રને સારૂ બનાવે છે. તો ચિયા સીડ્સ પાચન ગતિવિધિઓને ઝડપી બનાવે છે. આ બંનેને મિક્સ કરી ટેસ્ટી શેક બનાવી શકો છો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માન્યતા પર આધારિત છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube