Food For Weight Loss: ઝડપથી વજન ઘટાડવું હોય તો જાણી લો રાત્રે શું ખાવું અને શું ન ખાવું ?
Food For Weight Loss: વજન ઝડપથી વધતું હોય તે લોકોને કંઈપણ ખાતા પહેલા વિચાર આવે કે આ વસ્તુ ખાવી કે નહી... ખાસ કરીને રાત્રે જો કંઈ ખાવાની ક્રેવિંગ થાય તો શું ખાવું અને શું નહીં તે પ્રશ્ન થાય છે. આજે તમને આ પ્રશ્નનું સમાધાન જણાવી દઈએ.
Food For Weight Loss: જો તમને પણ રાત્રે કંઈ ને કંઈ ખાવાની તલબ લાગે છે પરંતુ વજન વધી જશે તેવી ચિંતાના કારણે તમે કંઈપણ ખાવાનું ટાળો છો તો આ જ પછી આવું નહીં કરવું પડે. એ વાત સાચી છે કે મોડી રાત્રે કેટલીક વસ્તુઓ ખાવાથી વજન ઝડપથી વધે છે. પરંતુ તેની સાથે એવી કેટલીક વસ્તુઓ પણ છે જેને રાત્રે ખાવાથી ભૂખ સંતોષાય છે અને સાથે જ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. આજે તમને જણાવીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને રાત્રે ખાવાથી વજન ઘટાડવામાં મદદ પણ મળે છે અને તે તમારી ભૂખને પણ સંતોષે છે.
રાત્રે ખાવાની આ વસ્તુઓ
આ પણ વાંચો: આ ઉપાયથી ચોમાસામાં તમારા ઘરમાં નહીં ફરકે એક પણ માખી, પાડોશી પણ પુછવા આવશે સીક્રેટ
1. દહીં પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા પાચનને સુધારે છે. રાત્રે જો કંઈ ખાવાની ઈચ્છા થાય તો દહીં ખાઈ શકાય છે તેનાથી ઊંઘ પણ સારી આવશે.
2. જો રાત્રે ભૂખ લાગે તો ઓટ્સ ખાઈ શકાય છે. ઓટ્સ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ઓટ્સમાં રહેલા ફાઇબર બ્લડ સુગરને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Skin Care: ત્વચા માટે વરદાન છે કાકડી, આ રીતે કરો ઉપયોગ, સનસ્ક્રીનની નહીં પડે જરુર
3. ચિયા સીડ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે પાણીમાં પલાળેલા ચિયા સીડ્સ પણ રાત્રે ખાવાથી ચરબી ઓછી થાય છે.
4. કેળા પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે તે સ્નાયુને મજબૂત બનાવે છે રાત્રે ભૂખ લાગે તો કેળું ખાઈ શકાય છે તેનાથી ઊંઘ પણ સારી આવે છે.
આ પણ વાંચો: Lifehacks: ઘરમાં રાખો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, જીવતો નહીં બચે ઘરમાં આવેલો એક પણ મચ્છર
5. બદામ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. થોડી બદામ ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
6. ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. સુતા પહેલા કંઈક ખાવાની કે પીવાની ઈચ્છા થાય તો ગ્રીન ટી પી શકાય છે.
7. સલાડ ફાઇબર અને વિટામિનથી ભરપૂર હોય છે તે શરીરને હાઈડ્રેટ પણ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ પણ કરે છે.
આ પણ વાંચો: Soft Roti: રોટલીના લોટમાં આ વસ્તુ ઉમેરી બાંધો લોટ, બધી રોટલી ફૂલશે અને રહેશે સોફ્ટ
રાત્રે કઈ વસ્તુઓ ન ખાવી ?
જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા તો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો રાત્રે ભૂખ લાગે તો મીઠાઈ ખાવાનું ટાળવું. રાતના ભોજનમાં તળેલી વસ્તુઓ ખાવાનું પણ ટાળો. સોડિયમ અને પ્રિઝર્વેટિવથી ભરપુર જંક ફૂડનું સેવન પણ રાત્રે કરવામાં આવે તો વજન ઝડપથી વધે છે. આલ્કોહોલમાં કેલરી સૌથી વધુ હોય છે તેનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)