Skin Care Tips: ત્વચા માટે વરદાન છે કાકડી, આ રીતે કરશો ઉપયોગ તો સનસ્ક્રીનની નહીં પડે જરૂર

Skin Care Tips:કાકડીમાં કુદરતી રીતે વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ પોષક તત્વો ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને ડેમેજ સ્કીન સેલ્સને રીપેર કરે છે. કાકડીને જો તમે અલગ અલગ રીતે સ્કીન કેર રૂટિનમાં સામેલ કરો છો તો તેનાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

Skin Care Tips: ત્વચા માટે વરદાન છે કાકડી, આ રીતે કરશો ઉપયોગ તો સનસ્ક્રીનની નહીં પડે જરૂર

Skin Care Tips: કાકડીમાં 95 ટકા પાણી હોય છે. કાકડી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાની બળતરાને શાંત પણ કરે છે. કાકડીનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા અને બળતરાથી રાહત મળે છે. કાકડીમાં કુદરતી રીતે વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ પોષક તત્વો ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને ડેમેજ સ્કીન સેલ્સને રીપેર કરે છે. 

સૂર્યનો પ્રકાશ માત્ર ઉનાળામાં જ સ્કીન ડેમેજ કરે છે તેવું નથી. સૂર્યના પ્રકાશમાં કોઈપણ સિઝનમાં વધારે રહેવાનું થાય તો તેના કારણે ત્વચાને નુકસાન થાય છે. આ સ્થિતિમાં જો તમે કાકડીનો ઉપયોગ ત્વચા પર કરો છો તો તેનાથી સૂર્યના સંપર્કમાં આવવાથી થતી સમસ્યાઓ ઘટી જાય છે. કાકડીને જો તમે અલગ અલગ રીતે સ્કીન કેર રૂટિનમાં સામેલ કરો છો તો તેનાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

કાકડીનો સ્પ્રે 

જે લોકોની સ્કીન ડ્રાય રહેતી હોય તેમણે કાકડીનો સ્પ્રે ઉપયોગમાં લેવો જોઈએ. તેનાથી ત્વચા પર ફ્રેશનેસ આવે છે અને સ્કીનને મોઈશ્ચર મળે છે. કાકડીનો સ્પ્રે સ્કીનને રિફ્રેશિંગ બનાવે છે. કાકડીનો સ્પ્રે બનાવવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી તેના માટે કાકડીને પીસી તેના રસને અલગ કરી લો. ત્યાર પછી આ રસને સ્પ્રે બોટલમાં ભરી ફ્રિજમાં ઠંડો કરી લો. જ્યારે પણ તડકામાંથી ઘરે આવો તો ચહેરાને સાફ કરીને આ સ્પ્રે લગાવી લો. 

કાકડી અને એલોવેરા જેલ 

પ્રદૂષણ, તડકો અને કેમિકલ યુક્ત વસ્તુઓના કારણે ત્વચાને નુકસાન થતું હોય છે. આ રીતે ડેમેજ થયેલી સ્કીનને રીપેર કરવી હોય તો કાકડી અને એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કાકડીની પ્યુરી બનાવી એક બાઉલમાં લો અને તેમાં એલોવેરા જેલ ઉમેરો. જો એલોવેરા જેલ ફ્રેશ હોય તો વધારે સારું. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો. તેનાથી ડેમેજ સ્કીન સેલ્સ રીપેર થશે. 

કાકડીનું ટોનર 

ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ટોનરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગની યુવતીઓ રેડીમેડ ટોનરનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમે આ કામ માટે કાકડીનું ટોનર બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. કાકડીનું ટોનર સ્કીનના પીએચને બેલેન્સ કરે છે. તેના માટે કાકડીનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં ગુલાબજળ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ચહેરા પર ટોનરની જેમ અપ્લાય કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news