ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં સંસ્કૃતિ, પરંપરાઓ, આચાર વિચાર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં, એક જાતિથી બીજી જાતિમાં , એક સમુદાયથી બીજા સમુદાયમાં તમને એકદમ અલગ જોવા મળશે. આવી જ રીતે ભારતમાં એવા પણ કેટલાક સમુદાયો છે જે લગ્નની એવી એવી પરંપરાઓનું પાલન કરે છે જે  આધુનિક સમાજને અજીબોગરીબ લાગે છે. જાણો આવા જ એક રિપોર્ટ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ જાતિ, સમુદાયો, સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ લગ્નની પરંપરાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. કેટલાક સમુદાયોમાં લગ્ન બાદ કપડાં ફાડવામાં આવે છે, જ્યારે કેટલાક સમુદાયોમાં દુલ્હા અને દુલ્હનને રૂમમાં બંધ કરી દેવાય છે. એ જ રીતે આજે અમે તમને લગ્નની એક એવી પરંપરા વિશે જણાવીશું કે જાણીને તમે પણ વિચારમાં પડશો. 


ભારતના અનેક ભાગોમાં લગ્ન એક ભવ્ય ઉત્સવ, ખુશીઓથી ભરેલો પ્રસંગ, તમામ સંબંધીઓ એક સાથે આવતા સુંદર ઉત્સવ બનતો હોય છે. પરંતુ અનેક જગ્યાઓ પર લગ્નમાં ચોંકાવનારી પરંપરાઓ પણ જોવા મળે છે. આપણા ભારતમાં પણ આવી અનેક પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવે છે જેને જાણીને તમે માથું ખંજવાળશો. અહીં એક સમુદાયમાં જ્યાં આખો પરિવાર બેસીને દુલ્હેરાજાના કપડાં ફાડે છે ત્યાં બીજી બાજુ બીજા સમુદાયમાં લગ્ન બાદ દુલ્હન કપડાં જ નથી પહેરતી. ક્યાંક વળી દુલ્હા દુલ્હન પર ટામેટા ફેંકીને તેમનું સ્વાગત કરવાની અજીબોગરીબ પરંપરા છે. 


દુલ્હન નથી પહેરતી કપડાં
ભારતના એક ગામમાં એક સમુદાયમાં  લગ્ન બાદ એક અઠવાડિયા સુધી દુલ્હન કપડાં પહેરતી નથી. એટલું જ નહીં આ દરમિયાન પતિ અને પત્ની પરસ્પર વાતચીત પણ કરતા નથી. બંનેને અલગ અલગ રાખીને એકબીજાથી દૂર રાખવામાં આવે છે. આ ગામ છે હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં આવેલું પિની ગામ જ્યાં આ અજીબોગરીબ પરંપરા છે. લગ્ન બાદ દુલ્હને અહીં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહેવું પડે છે. પરંતુ આ દરમિયાન જો પીરિયડ્સ આવે તો તે ફક્ત ઉનથી બનેલો એક બેલ્ટ જ પહેરી શકે છે. 


આ શ્રાવણ મહિનાના પાંચ દિવસ સુધી કપડાં વગર સંપૂર્ણ નગ્ન રહેવાની પિની ગામના કેટલાક સમુદાયોની મહિલાઓની પરંપરા સાથે ભળતું છે. અહીં શ્રાવણમાં મહિલાઓ કપડાં પહેરતી નથી, જ્યારે પુરુષો માટે પણ કેટલાક નિયમો છે. પુરુષો આ પાંચ દિવસ  સુધી કોઈ પણ નશો કરી શકે નહીં કે માંસનું પણ સેવન ન કરી શકે. અહીંના લોકોનું માનવું છે કે જો સ્ત્રી અને પુરુષ બંને આ પરંપરાનું પાલન કરે તો તેમનું ભલું  થાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)