Female Genital Mutilation: પરંપરાના નામે દુનિયામાં આવી અનેક માન્યતાઓનું પાલન કરવામાં આવે છે, જે આજના સમયમાં કુપ્રથા બની ગઈ છે. કેટલીક સરળ હોવાથી લોકોને તેમની વાત માનવામાં બહુ વાંધો નથી, પરંતુ કેટલાક એટલા દર્દનાક છે કે જ્યારે લોકો તેમના વિશે સાંભળે છે, ત્યારે તેમનો આત્મા કંપી જાય છે. આવી જ એક દુષ્ટ પ્રથા સ્ત્રીઓ સાથે જોડાયેલી છે. તમે ઇસ્લામમાં પુરૂષોની સુન્નતના રિવાજ વિશે તો સાંભળ્યું જ હશે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના (Khatna of women) કેટલાક સમુદાયોમાં પુરુષોની જેમ સ્ત્રીઓના જનન અંગનું (genital mutilation of women) પણ છેદન  થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના ગુપ્તાંગને કાપવાની આ પ્રથાને ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (female genital mutilation) અથવા FGM કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને સ્ત્રી સુન્નત કહે છે. ઓળખના નામે કરવામાં આવતી આ પ્રક્રિયામાં મહિલાના પ્રાઈવેટ પાર્ટના બહારના ભાગને બ્લેડ કે કોઈ ધારદાર સાધન વડે કાપી નાખવામાં આવે છે. સૌથી પીડાદાયક અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ આખી પ્રક્રિયા એનેસ્થેસિયા વિના કરવામાં આવે છે. જેને પગલે મહિલાઓની રાડારાડને સાંભળનારું કોઈ હોતું નથી.



આ પણ વાંચો:
IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી 
5000 રૂપિયાથી ઓછી કિંમતની ટોપ-5 સ્માર્ટવોચ, પ્રાઈસ સાથે ફિચર્સ પણ છે જોરદાર
રસોડામાં વેલણ-પાટલીનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો થઈ જશો બરબાદ


92 દેશોમાં કરાય છે સુન્નત 
ડબ્લ્યુએચઓ અનુસાર, કોઈપણ પ્રક્રિયા કે જે કોઈપણ તબીબી કારણો વિના મહિલાઓના જનનાંગોને કરવામા આવે તે નુકસાન પહોંચાડે છે, તેને FGM જેવી જ શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે. ઘણા લોકો દાવો કરે છે કે આ પ્રથા સ્વાસ્થ્યને લાભ આપે છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે. ડાઉન ટુ અર્થ વેબસાઈટના અહેવાલ મુજબ, આ પ્રથા 92 થી વધુ દેશોમાં ચાલુ છે. ભારત સહિત આમાંથી 51 દેશોમાં આ પ્રથાને કાયદાકીય રીતે પ્રતિબંધિત કરવામાં આવી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, ઇજિપ્તમાં મહિલાઓની સુન્નતને લગતા સૌથી વધુ કેસ છે. આ પ્રથા આફ્રિકન દેશોમાં પ્રચલિત હોવાનું માનવામાં આવે છે પરંતુ એશિયા, મધ્ય પૂર્વ, લેટિન અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ પ્રચલિત છે. ભારતમાં, આ પ્રથા મુખ્યત્વે બોહરા સમુદાય અને કેરળમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે.


આ કુપ્રથાનું કારણ શું?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ પ્રથા આટલી પીડાદાયક અને ભયાનક છે તો તેનું પાલન શા માટે કરવામાં આવે છે. ખરેખર તો વર્ષો જૂની અંધશ્રદ્ધાનું આ પરિણામ છે. બાળપણથી લઈને 15 વર્ષ સુધીની છોકરીઓની સુન્નત ફક્ત એટલા માટે કરવામાં આવે છે કે તેમની જાતીય ઈચ્છાઓ સંપૂર્ણ રીતે દબાઈ જાય અને તેઓ લગ્ન પહેલા આવી કોઈ લાગણી અનુભવે નહીં, જે તેમને 'અશુદ્ધ' બનાવે છે. આ જ કારણ છે કે પ્રાઈવેટ પાર્ટના બહારના ભાગમાં આવેલી ક્લિટોરિસ પણ કપાઈ જાય છે, જે મહિલાઓનું સૌથી ઉત્તેજક અંગ માનવામાં આવે છે.



આ પણ વાંચો:
Nail Polish: વધુમાં વધુ કેટલા રૂપિયાની હશે નેલ પૉલિશ? 10 હજાર, 1 લાખ, 10 લાખ?
OMG: 9 વર્ષ સુધી માતાના પેટમાં ફસાયેલું રહ્યું બાળક, ડોક્ટર્સ પણ થઈ ગયા આશ્ચર્યચકિત
જાણો એક આધાર કાર્ડના ઉપયોગથી તમે કેટલા સિમ ખરીદી શકો?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube