Whatsapp Status: સોશિયલ મીડિયા આવ્યાં પછી લોકોની જિંદગી સાવ બદલાઈ ગઈ છે. હવે લોકો નાનામાં નાની બાબતો પણ દુનિયા સાથે શેર કરતા થયા છે. મૂડ સારો ના હોય શેડ મૂડ, બહુ મજા પડતી હોય તો એજ પ્રકારે હેપ્પી મૂડ અને આજ રીતના વિવિધ ફોટો અને વીડિયો પણ લોકો પોતાના સોશ્યિલ મીડિયા સ્ટેટસમાં મુકતા થયા છે. ખાસ કરીને વોટ્સપ સ્ટેટસમાં લોકો આ રીતની એક્ટીવીટીના વીડિયો અને ફોટોગ્રાફ મુકતા હોય છે. જોકે, તમે પણ આ રીતે વોટ્સએપ સ્ટેટમાં કોઈપણ વીડિયો કે ફોટો મુકતા પહેલાં 100 વાર આ બાબતોનું ધ્યાન રાખજો. નહીં તો થવું પડશે જેલભેગા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે છે, તો તે તમારા માટે મુશ્કેલ બની શકે છે. વોટ્સએપ સ્ટેટસ સાથે જોડાયેલા એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચાલો તમને જણાવીએ કે કોર્ટે પોતાના નિર્ણયમાં શું ધ્યાનમાં રાખવા કહ્યું છે. ધાર્મિક જૂથ વિરુદ્ધ કથિત રૂપે ધિક્કારજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ આરોપી વિરુદ્ધ FIR રદ કરવાનો ઇનકાર કરતા, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે અવલોકન કર્યું છે કે WhatsApp 'સ્ટેટસ' દ્વારા અમુક સંદેશાઓ પહોંચાડતી વખતે જવાબદારીની ભાવના સાથે વર્તવું જોઈએ. 


જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેન્ચે 12 જુલાઈના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે આજકાલ WhatsApp સ્ટેટસનો હેતુ તેમના પરિચિતોને કેટલીક બાબતોની જાણ કરવાનો છે અને લોકો વારંવાર તેમના પરિચિતોનું WhatsApp સ્ટેટસ જુએ છે. ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો, અનુસૂચિત જાતિ/જનજાતિ અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ કિશોર લેન્ડકર (27) નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. લંડકરે એફઆઈઆર રદ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.


કોર્ટે કહ્યું, “WhatsApp સ્ટેટસ… તમે શું કરી રહ્યા છો, તમે શું વિચારી રહ્યા છો અથવા તમે શું જોયું છે તેની તસવીર અથવા વિડિયો હોઈ શકે છે. તે 24 કલાક પછી અદૃશ્ય થઈ જાય છે. WhatsApp સ્ટેટસનો હેતુ કોઈ વ્યક્તિ દ્વારા પરિચિતોને કંઈક પહોંચાડવાનો છે. તે પરિચિતો સાથે સંપર્ક કરવાની રીત સિવાય બીજું કંઈ નથી. બીજાને કંઈક કહેતી વખતે જવાબદારીની ભાવનાથી વર્તવું જોઈએ.


ફરિયાદીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે માર્ચ 2023 માં, આરોપીએ તેનું વોટ્સએપ સ્ટેટસ અપલોડ કર્યું હતું, જેમાં તેણે એક પ્રશ્ન લખ્યો હતો અને સ્ટેટસ જોનારાઓને ચોંકાવનારા પરિણામો મેળવવા માટે તેને (પ્રશ્ન) ગૂગલ પર 'સર્ચ' કરવાનું કહ્યું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફરિયાદીએ ગુગલ પર પ્રશ્ન 'સર્ચ' કર્યો ત્યારે તેને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી વાંધાજનક સામગ્રી મળી.


(એજન્સી ઇનપુટ્સ સાથે)