Difference Between Old And New Rice: ચોખા જેટલા જૂના હોય એટલા જ ભાત સરસ અને સ્વાદિષ્ટ બને છે. ખાસ કરીને પુલાવ કે બિરયાની બનાવવા હોય તો તેમાં જૂના ચોખાની જ પસંદગી કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત બજારમાં ચોખાની એટલી બધી વેરાયટી હોય છે કે જેમાંથી જુના અને નવા ચોખા ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. તો કેટલીક વખત વેપારી પણ જુના ચોખા કહીને નવા ચોખા પધરાવી દેતા હોય છે. જ્યારે તમે તેમાંથી વાનગી બનાવો ત્યારે ખબર પડે કે ચોખા જુના નથી. તો આજે તમને બે પરફેક્ટ ટિપ્સ જણાવીએ જેને મદદ થી તમે જૂના ચોખાને સરળતાથી ઓળખી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


બપોરે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો બનાવો છાશ રોટલી, 10 મિનિટમાં થઈ જશે તૈયાર


મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર


ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર


ચોખા જુના છે કે નવા જાણવાની રીત


1. સૌથી પહેલા ધ્યાન એ વાતનું રાખવું કે જૂના ચોખા એક થી દોઢ વર્ષ જુના હોય તે જરૂરી છે. જુના ચોખા ઓળખવા માટે ચોખાને હાથમાં લેવા અને બરાબર રીતે જોવા. જુના ચોખા હોય તે થોડા પીળા લાગે છે અને નવા ચોખા એકદમ વાઈટ હોય છે. આ સિવાય જુના ચોખા હાથમાં લેશો તો તેમાંથી પાવડર જેવો પદાર્થ નીકળશે. જ્યારે નવા ચોખા એકદમ ચીકણા હોય છે.


2. ચોખા જૂના છે કે નવા તે ઓળખવાની આ રીત એકદમ ફૂલ પ્રુફ છે. તેના માટે ચોખા ના થોડા દાણા લઈને દાંતથી તોડો. જો એકદમ કરકરો અવાજ આવે તો સમજી જવું કે આ ચોખા જૂના થઈ ગયા છે. પરંતુ ચોખાનો દાણો દાંતમાં ચીપકે તો સમજી લેવું કે આ નવા ચોખા છે.