બપોરે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો બનાવો છાશ રોટલી, 10 મિનિટમાં થઈ જશે તૈયાર

Chhas Roti Recipe: આજે તમને છાશ સાથે બનતી એક ટેસ્ટી વાનગી વિશે જણાવીએ. આ વાનગી 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ઉનાળાની બપોરની ગરમીમાં આ ઠંડી વાનગી ખાવાની મજા પડી જશે. 

બપોરે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો બનાવો છાશ રોટલી, 10 મિનિટમાં થઈ જશે તૈયાર

Chhas Roti Recipe: દરેક ઘરમાં ભોજન સાથે છાશ પીરસવામાં આવે છે. ખાસ કરીને ઉનાળો શરૂ થાય એટલે છાશનું સેવન વધારે પ્રમાણમાં થવા લાગે છે. ભોજનની સાથે ઠંડી ઠંડી છાશ પીવાની મજા જ કંઈક ઔર જ હોય છે. છાશ પીવાથી પાચનતંત્ર પણ સારું રહે છે અને પેટ સંબંધિત સમસ્યા પણ થતી નથી. છાશ પીવાથી શરીરમાં પાણીની ઉણપ પણ રહેતી નથી અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. છાશ હાડકા અને દાંત માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન ડી હોય છે. તેવામાં આજે તમને છાશ સાથે બનતી એક ટેસ્ટી વાનગી વિશે જણાવીએ. આ વાનગી 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ઉનાળાની બપોરની ગરમીમાં આ ઠંડી વાનગી ખાવાની મજા પડી જશે. 

આ પણ વાંચો:

આવશ્યક સામગ્રી

બે રોટલી
એક વાટકી છાશ
એક ડુંગળી
અડધી ચમચી જીરૂ
એક ચમચી તેલ
એક સૂકું લાલ મરચું
શેકેલા જીરાનો પાવડર
મીઠું સ્વાદ અનુસાર

છાશ રોટલી કેવી રીતે બનાવવા

સૌથી પહેલા રોટલીના નાના નાના ટુકડા કરી લેવા અને તેને સાઈડમાં રાખો. એક પેનમાં તેલ મુકો અને તેમાં જીરાનો વઘાર કરી તેમાં લાલ મરચું ઉમેરો. 2 મિનિટ પછી તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળી લો. ડુંગળી બરાબર સોફ્ટ થઈ જાય પછી તેમાં છાશ ઉમેરી દો અને બરાબર હલાવો. છાશ ઉકડી જાય એટલે તેમાં રોટલીના ટુકડા અને નમક ઉમેરી દો અને પછી પાંચ મિનિટ માટે ગરમ કરો. રોટલી સોફ્ટ થઈ જાય એટલે ગેસને બંધ કરી અને રોટલી ને એક બાઉલમાં કાઢી લો. રોટલી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેને ફ્રિજમાં ઠંડી કરવા મુકો. સર્વ કરતી વખતે તેની ઉપર શેકેલું જીરું છાંટી અને છાસ રોટલી પીરસો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news