Perfect Dough Kneading Tips: ગોળ અને ફૂલેલી રોટલી ખાવામાં જે મજા આવે છે તેનું તો શું કહેવું. આવી પરફેક્ટ રોટલી હોય તો ભૂખ આપોઆપ ખુલી જાય છે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે ગમે તેટલી કોશિશ કરો તો પણ રોટલીમાં એવી પરફેક્ટ બનતી નથી. આવી પરફેક્ટ રોટલી બનાવવા માટે લોટ તમે કેવી રીતે બાંધો છો તે ખુબ જ મહત્વનું છે. આજે  અમે તેમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે રોટલી ફૂલેલી અને ગોળ બનશે. આ સાથે જ સ્વાદ અને ભૂખ પણ ડબલ થઈ જશે. તો પછી જાણો સુપર્બ લોટ બાંધવાની પરફેક્ટ રીત....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ્ય વાસણ પસંદ કરો
જો તમે સોફ્ટ અને ગોળ રોટલી બનાવવા માંગતા હોવ તો આ માટે તમારે લોટ બાંધવા યોગ્ય વાસણની પસંદગી કરવી ખુબ જરૂરી છે. આ માટે તમે ગોળ વાસણ કે મોટી કથરોટની જ પસંદગી કરવી જોઈએ. તેનાથી તમને લોટ બાંધવામાં એકદમ સરળતા રહે છે. 


પાણીનું યોગ્ય પ્રમાણ
લોટ બાંધતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય રાખવું જરૂરી રહે છે કારણ કે લોટમાં વધુ પાણી નાખવાની લોટ નરમ બનતો જશે. જ્યારે ઓછું પાણી નાખશો તો લોટ કઠણ થઈ જશે. આવામાં તમારે લોટમાં પાણીની માત્રા જાળવી રાખવા માટે થોડું થોડું કરીને પાણી નાખવું જોઈએ. તેનાથી રોટલી ફૂલેલી અને લાંબા સમય સુધી સોફ્ટ રહે તેવી બને છે. 


કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ?


ડાયાબિટીસના દર્દી માટે ઘઉંના લોટની રોટલી છે ઝેર સમાન, ખાવી જોઈએ આ લોટની રોટલી


'જબ તક સુરજ ચાંદ રહેગા, સમોસે કા નામ રહેંગા', દેશમાં ક્યાં અને કેવી રીતે આવ્યા સમોસા


થોડો સમય આપો
મોટાભાગે લોકો લોટ બાંધીને તરત જ રોટલીઓ સેકવા લાગે છે જેનાથી રોટલી સારી બનતી નથી. આવામાં તમે લોટ બાંધીને લગભગ અડધો કલાક સુધી સેટ થવા માટે રાખો. તેનાથી લોટ સારી રીતે સેટ થાય છે અને ત્યારબાદ જો રોટલી બનાવશો તો રોટલીઓ ખુબ જ સોફ્ટ અને ફૂલેલી બનશે. આ સાથે જ સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે.  ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube