Home Remedy For White Hair Problem: એ સમયે અલગ હતો જ્યારે માથા પર સફેદ વાળ આવવા એ વધતી ઉંમરની નિશાની હતી. આજના સમયમાં બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ અને ફૂડ હેબિટ્સ ના કારણે નાની ઉંમરમાં પણ યુવાનોના માથા ઉપર સફેદ વાળ દેખાવા લાગે છે. જો તમે પણ નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યાથી ચિંતામાં છો તો તમારી ચિંતા હવે દૂર થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ વાળને કાળા કરશે મેથી


નાની ઉંમરમાં જો વાળ સફેદ થવાથી તમને ચિંતા થતી હોય અને લોકોની સામે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડતું હોય તો તમે આ ઉપાય કરી શકો છો. નાની ઉંમર માંથી જ કેમિકલ યુક્ત હેર ડાયનો ઉપયોગ કરવાથી વાળ ડેમેજ થઈ શકે છે તેવામાં મેથીના આ ઉપાયો કરવાથી તમને કોઈ પણ જાતની આડઅસર વિના પરિણામ જોવા મળશે.


આ પણ વાંચો :


Health Tips: શું તમને પણ ઊંધા સૂવાની આદત છે તો થઇ જાવ સાવધાન


આ ઘરગથ્થુ ઉપાય તુરંત દુર કરે છે ચહેરાના ડાઘ, Kiara Advani ની જેમ ચમકી જશે ચહેરો


મેથી અને ગોળનું કરો સેવન


જો તમે ઈચ્છો છો કે તમારા સફેદ થતા વાળ કુદરતી રીતે જ કાળા થાય તો મેથી સાથે ગોળનું સેવન કરવાની શરૂઆત કરી દો. આયુર્વેદ અનુસાર આ બંને વસ્તુઓને સાથે લેવાથી ઘણા બધા ફાયદા થાય છે. ગોળ અને મેથીને સાથે ખાવાથી સફેદ થતા વાળ કાળા થવા લાગે છે. સાથે જ ખરતા વાળથી પણ મુક્તિ મળે છે.


મેથીના પાણીથી વાળ ધોવા


જો તમારી સફેદ થતા વાળને કાળા કરવા હોય તો વાળ ધોતી વખતે પણ મેથી નો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે એક વાસણમાં પાણીમાં મેથીના દાણાને રાત્રે પલાળી રાખો. સવારે તેને ઉકાળો અને પછી પાણી ઠંડુ કરી લો. હવે વાળ ધોયા પછી મેથીના પાણીથી વાળને ધોઈ લેવા. થોડા દિવસ સુધી નિયમિત આ ઉપાય કરશો એટલે તમને વાળમાં ફરક દેખાશે.


વાળમાં લગાવો મેથીનો હેર પેક


એક વાટકી પાણીમાં એક ચમચી મેથીને રાત્રે પલાળી દેવી. સવારે આ મેથીને પેસ્ટ બનાવી લેવી અને વાળના મૂડમાં તેને લગાડી 30 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ લેવા. આ ઉપાય કરવાથી સફેદ વાળની અને ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.