સફેદ વાળ કુદરતી રીતે થશે કાળા, રસોડામાં રહેલી આ 3 વસ્તુનો કરો ઉપયોગ
White Hair Remedies: નાની ઉંમરમાં જ્યારે માથાના વાળ સફેદ થઈ જાય તો કોન્ફિડન્સ પણ લો થઈ જાય છે. સાથે જ માતા પિતા સલાહ આપે છે કે નાની ઉંમરમાં વાળને કલર કરાવવા નહીં. આવી સ્થિતિ હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.
White Hair Remedies: સામાન્ય રીતે જ્યારે ઉંમર વધે છે ત્યારે માથાના વાળ સફેદ થાય છે. પરંતુ આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે તેના કારણે 20 થી 25 વર્ષની ઉંમરમાં પણ માથાના વાળ સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં જ્યારે માથાના વાળ સફેદ થઈ જાય તો કોન્ફિડન્સ પણ લો થઈ જાય છે. સાથે જ માતા પિતા સલાહ આપે છે કે નાની ઉંમરમાં વાળને કલર કરાવવા નહિ. આવી સ્થિતિ હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.
આ પણ વાંચો:
વાળમાં વધી રહ્યા હોય dandruffના ભીંગડા તો આમળાનો આ રીતે કરો ઉપયોગ, તુરંત મળશે રાહત
Hair Fall: હાથ લગાવતાની સાથે જ વાળ આવી જતા હોય હાથમાં તો તુરંત કરાવો આ ટેસ્ટ
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા
સફેદ વાળને કાળા કરતા 3 હેર માસ્ક
બ્લેક ટી
સફેદ વાળની સમસ્યાને બ્લેક ટી થી દુર કરી શકાય છે. કારણકે તે વાળ માટે ટોનરનું કામ કરે છે. આ ટોનર બનાવવા માટે પાણીમાં બ્લેક ટીને ઉકાળો. જ્યારે પાણીનો રંગ કાળો થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી અને ઠંડુ કરી લો. આ પાણી માથાના મૂળથી લઈને છેડા સુધી લગાડો. ત્યાર પછી વાળને સુકાવા દો. વાળ એકદમ સુકાઈ જાય પછી પાણીથી તેને ધોઈ લો.
હર્બલ હેર માસ્ક
આ માસ્ક પણ આયુર્વેદિક વસ્તુની મદદથી બને છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી નીલ, એક ચમચી ત્રિફળા પાવડર, એક ચમચી ભ્રામી પાઉડર, બે ચમચી કાળી ચા, એક ચમચી આમળાનો પાઉડર અને એક ચમચી કોફી લેવી. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને તેને ધીમા તાપે પકાવો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય તો તેને ઠંડી કરીને માથા ઉપર 30 મિનિટ માટે લગાવો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી વાળ કાળા થવા લાગે છે.
મેથીના દાણા
મેથીનો ઉપયોગ પણ રસોઈમાં તમે ઘણી વખત કર્યો હશે મેથીના આ દાણા તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકે છે. તેના માટે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસી અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથામાં લગાવી લો અને પછી એક કલાક માટે સુકાવા દો. ત્યાર પછી વાળને ધોઈ લ્યો. નિયમિત રીતે આ પ્રોસેસને ફોલો કરશો તો થોડા દિવસમાં સફેદ વાળ પણ કાળા થતા જોવા મળશે.