વાળમાં વધી રહ્યા હોય dandruffના ભીંગડા તો આમળાનો આ રીતે કરો ઉપયોગ, તુરંત મળશે રાહત

Hair Care Tips: વાળમાં જ્યારે ખોડા વધવા લાગે અને વાળના મૂડમાં સફેદ ભીંગડા દેખાવા લાગે તો તેના કારણે લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ પ્રકારના ખોડાના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.

વાળમાં વધી રહ્યા હોય dandruffના ભીંગડા તો આમળાનો આ રીતે કરો ઉપયોગ, તુરંત મળશે રાહત

Hair Care Tips: વાળમાં જ્યારે ખોડા વધવા લાગે અને વાળના મૂડમાં સફેદ ભીંગડા દેખાવા લાગે તો તેના કારણે લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ પ્રકારના ખોડાના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો વાળમાં ડેન્ડ્રફ વધી ગયો હોય તો તમે આમળાની મદદથી રાહત મેળવી શકો છો. આમળાનો ઉપયોગ કેટલીક વસ્તુઓ સાથે કરવાથી બેસ્ટ રીઝલ્ટ મળે છે. ખાસ કરીને આમળાને નિયમિત રીતે થોડા સમય માટે લગાવશો તો વાળમાંથી ખોડો કાયમ માટે દૂર થઈ જશે. આ પ્રકારના હેર પેક લગાવવાથી વાળના મૂળમાં જામેલા ખોડાના ભીંગડા પણ સરળતા થી દૂર થઈ જશે. તો ચાલો તમને જણાવીએ કે હેર પેક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. 

આ પણ વાંચો:

આમળા અને દહીંનો ઉપયોગ

જો વાળના મૂડમાં ખોડાના ભીંગડા વળી ગયા હોય તો તેને દૂર કરવા માટે આમળાના પાવડરમાં દહીં મિક્સ કરીને આ મિશ્રણ વાળના મૂળમાં એક કલાક માટે લગાવવું. એક કલાક પછી વાળને સાદા પાણીથી ધોઈ લેવું અને બે દિવસ પછી વાળને શેમ્પુ કરવા. સમસ્યા વધારે હોય તો અઠવાડિયામાં બે વખત આમળાનો આ હેરપેક લગાવવો.

ખોડા માટે દહીં અને આમળાનું આ મિશ્રણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે વાળના મૂળમાંથી ખોડાના ભીંગડા ને સરળતા થી દૂર કરે છે અને સ્કેલપને સાફ કરે છે. તમે દહીં અને આમળાનો આ હેર પેક થોડા દિવસ લગાડશો તો તમારા વાળમાંથી ખોડાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

આમળા વાળ માટે પ્રાકૃતિક તરીકે કન્ડિશનિંગનું કામ કરે છે. તેને લગાડવાથી વાળ મજબૂત થાય છે અને ડેન્ડ્રફથી મુક્તિ મળે છે. સપ્તાહમાં બે વખત આ હેર પેક લગાડશો તો ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જશે અને વાળમાં કુદરતી ચમક વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news