Mark On Water Bottle: ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને લોકો ઉનાળામાં ઘણું પાણી પીવે છે. પાણી પીતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે સ્વચ્છ અને શુદ્ધ પાણી પી રહ્યા છીએ. આ દરમિયાન લોકો બોટલનું પાણી પણ પીવે છે જે ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની બોટલ પર શા માટે એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે પાણી ક્યારેય બગડતું નથી અને જો પાણી સ્વચ્છ હોય તો તેને ઘણા દિવસો સુધી રાખી શકાય છે. પરંતુ તેમ છતાં બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખેલી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી!
નિષ્ણાતોના મતે, પાણીની એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ પ્લાસ્ટિકની બોટલો જે પાણીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેની ચોક્કસ રીતે એક્સપાયરી ડેટ હોય છે. આ જ કારણ છે કે આ બોટલો પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તારીખ ગ્રાહકને જણાવે છે કે બંધ વસ્તુની ગુણવત્તા અને સલામતીનો સમયગાળો શું છે. બોટલ્ડ વોટરની એક્સપાયરી ડેટ તેની સર્વોચ્ચ ગુણવત્તા માટે નક્કી કરવામાં આવે છે.



બોટલ પર એક્સપાયરી ડેટ
રિપોર્ટ અનુસાર, એક્સપાયરી ડેટ પછી પાણીની ગુણવત્તા પર અસર થઈ શકે છે અને તેનું સેવન કરવું સલામત નથી. જો એક્સપાયરી ડેટ પસાર થઈ ગઈ હોય, તો વપરાશકર્તાએ બોટલનું પાણી પીવું જોઈએ નહીં. એ પણ સાચું છે કે ચોક્કસ સમય પછી પ્લાસ્ટિક પાણીમાં ઓગળવાનું શરૂ કરે છે અને તેથી જ બોટલ પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે.


આ પણ વાંચો:
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે યમુનાનું જળસ્તર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યું નદીનું પાણી
Shukra Vakri: વક્રી શુક્ર આ 3 રાશિના લોકોને આપશે બેશુમાર પૈસો, દરેક કાર્યમાં થશે સફળ

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube