ભૂખ નહીં લાગવા પર તમને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગ, આ બાબતોની રાખવી પડશે તકેદારી
ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
how to overcome winter food craving: શું તમને ભૂખ નથી લાગતી?, આ એવી સમસ્યા છે જે લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
ભૂખ લાગે તે માટે ઘરેલું નુસખા કારગત
આર્યુવેદિક તબીબોના મતે જો તમને ભૂખ ન લાગે તો તમારે અનાર, આંબળા, ઈલાઈચી,અજમો અને લીંબુને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ વસ્તુઓથી શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. આ બધાની સાથે યોગ કરવા પણ જરૂરી છે જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: અહીં ઝેરોક્ષ કોપી જેવા જન્મે છે બાળકો, સોનું લેશન ના કરે તો મોનુંને પડે છે માર
આ પણ વાંચો: SBI Recruitment 2023: SBI માં નોકરીની જોરદાર તક, રૂ. 40 લાખ સુધીનો મળશે પગાર
આ પણ વાંચો: Bank Holidays In March 2023: ફટાફટ પૂરા કરી લો કામ, માર્ચમાં 12 દિવસ બંધ રહેશે બેંકો
ભૂખ ન લાગે તો શરીરને આ રીતે નુકસાન
ભૂખ ન લાગવાની સમસ્યાને એનોરેક્સિયા કહેવામાં આવે છે. આ સમસ્યાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે કમજોર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ ન લાગવાની સમસ્યા રહે તો વજનમાં ઘટાડો થઈ શકે છે અને હાડકાઓ કમજોર બને છે.
આ વસ્તુઓના સેવનથી વધશે ભૂખ
1. ત્રિફળા ચૂર્ણથી વધારો ભૂખ
ત્રિફળા ચૂર્ણને લોકો સૌથી વધારે કબજિયાતની સમસ્યા માટે ઉપયોગમાં લેતા હોય છે. જો તમને પણ ભૂખ ન લાગતી હોય તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. તમે ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂ્ર્ણ નાખો અને તેનું સેવન કરો. ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી ભૂખ વધે છે.
આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો: ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહેન
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
2. ગ્રીન ટી આપશે ફાયદો
ગ્રીન ટી ભૂખ વધારવા માટેનો સારો ઘરેલુ ઉપાય છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી ન માત્ર ભૂખ લાગે પરંતુ ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળે છે
3.અજમાંથી વધારો ભૂખ
અપચો કે ભૂખ ન લાગવાની સમસ્યા પર તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. અજમો ખાવાથી પેટ સાફ થાય છે. ઘણા લોકો અજમાને મીઠા સાથે મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.
4. સફરજન જ્યુસનું સેવન
જો તમને સમયસર ભૂખ ન લાગતી હોય અથવા કઈ ખાવાનું મન ન થતું હોય તો તમારે સફરજનના જ્યુસનું સેવન કરવું જોઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યુસમાં સામાન્ય મીઠું કે સેંધા મીઠું ઉમેરો જેથી પેટ સાફ થઈ જાય છે અને ભૂખ લાગશે.
5. લીંબુ પાણીથી વધારો ભૂખ
ગરમીની સિઝનમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. નિયમિત રીતે પાણીનું સેવન કરતું રહેવું જોઈએ. પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીવાથી શરીરમાં ભૂખ વધશે અને શરીરમાં પાણીની ઘટ નહીં થવા દે..
આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો: યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા
આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube